- વિદેશ પ્રધાને કતારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત
- વિદેશ પ્રધાનના પ્રવાસને ભારતના પૂર્વ રાજદૂતે રણનીતિનો ભાગ ગણાવ્યો
- જ્યાં સૌથી વધુ ભારતીય રહે છે તેમાંથી એક દેશ કુવૈત પણ છે
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાજદૂત અને પાકિસ્તાનમાં પૂર્વ હાઈ કમિશનર રહી ચૂકેલા જી. પાર્થસારથીએ કહ્યું હતું કે, જયશંકરના કુવૈત પ્રવાસ ખાડી-અરબ દેશોને પહોંચી વળવા માટે વ્યાપક રણનીતિનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા છે. તેમણે ખાડી દેશો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિય કર્યું છે. કારણ કે, અમને ત્યાંના ભારતીય શ્રમિકોથી ઓછામાં ઓછા 30થી 40 બિલિયન ડોલરની વિદેશી નાણા મળે છે. જે દેશમાં આપણા લોકો વધુ કામ કરી રહ્યા છે અને જ્યાંથી દેશને વધુ ધન પ્રાપ્ત થાય છે. તેમાંથી એક દેશ કુવૈત પણ છે.
આ પણ વાંચો-દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આરોગ્ય પ્રધાનને વિશેષ રજા પર મોકલ્યા
કતારમાં 7,56,000 ભારતીયો છે
દોહામાં ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર, જૂન 2019માં કતારમાં ભારતીય નાગરિકોની વસતી લગભગ 7,56,000 હતી, જે દેશમાં સૌથી વધુ પ્રવાસી સમુદાય છે. પાર્થસારથીએ જણાવ્યું હતું કે, જયશંકર જે રીતે પ્રવાસ કરી રહ્યા છે. તે એ વાતનો સંકેત છે કે, વડાપ્રધાન અરબ ખાડી દેશોને સૌથી વધારે મહત્વ આપી રહ્યા છે.
આ પણ વાંચો-બારબરાએ ખોલી મેહુલ ચોક્સીની પોલ, કર્યો ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારી સામે લડવામાં ખાડી દેશોના સમર્થન માટે વિદેશ પ્રધાન આભાર વ્યક્ત કર્યો
વિદેશ પ્રધાન જયશંકર આજથી શરૂ થતા ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસ માટે કુવૈતમાં છે. તેઓ બુધવારે સવારે કતારના રસ્તે કુવૈત માટે રવાના થયા હતા. દોહામાં પોતાના સંક્ષિપ્ત પ્રવાસ દરમિયાન વિદેશ પ્રધાને બુધવારે કતારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહમ્મદ બિન અહમદ અલ મસનદ સાથે મુલાકાત કરી હતી અને તેમણે કોરોના મહામારી સામે ભારતની લડાઈમાં ખાડી દેશના સમર્થન અને એકતા માટે આભાર વ્યક્ત કર્યો હતો.