- વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકરે યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની મુલાકાત
- વિવધ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા
- વૈશ્વિક રોગચાળા અંગે મહત્વપૂર્ણ વાટાઘાટો
વોશિંગ્ટન: વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકરે (Foreign Minister Dr.S. Jaishankar) યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જેક સુલિવાનને ( National Security Advisor (NSA) Jack Sullivan) મળ્યા. આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે ટ્વિટ કર્યું, 'એનએસએ જેક સુલિવાનને મળીને આનંદ થયો. ભારત-પ્રશાંત (Indo-Pacific) અને અફઘાનિસ્તાન (Afghanistan) સહિતના અન્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સાથે વૈશ્વિક રોગચાળા અંગે ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટોનો દોર ચાલ્યો હતો.
યુએસ-ભારત ભાગીદારીનો પાયો
બીજી તરફ, એનએસએ જેક સુલિવાને ટ્વીટ કર્યું, હું ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરને મળ્યો. આપણા લોકોથી લોકોના સંબંધો અને આપણા મૂલ્યો યુએસ-ભારત ભાગીદારીનો પાયો છે અને સાથે મળીને આપણે કોરોના રોગચાળાને સમાપ્ત કરવામાં મદદ કરીશું.સુલિવાને ટ્વીટ કર્યું, "અમેરિકન સરકાર અને અમેરિકનોએ ભારતને કોરોના રોગચાળા સામે લડવામાં મદદ કરવા માટે 500 ડોલરથી વધુ આપ્યા છે. અમે બધા મળીને આ રોગચાળાને હરાવીશું."
આ પણ વાંચો : ભારત અને અમેરિકા હોમલેન્ડ સુરક્ષા સંવાદને ફરીથી સ્થાપિત કરવા સંમત