ગુજરાત

gujarat

ETV Bharat / international

નેપાળની રાજધાની કાઠમંડૂમાં અચાનક આવ્યું પૂર, 380 મકાનોમાં ભરાયાં પાણી - નેપાળમાં પૂર

નેપાળની રાજધાની કાઠમંડૂમાં ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી 380થી વધારે મકાનોમાં પાણી ભરાઈ ગયું છે. મેટ્રોપૉલિટન પોલીસ ઑફિસના પ્રવક્તા સુશીલ સિંહ રાઠોડે જણાવ્યું કે, નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ સેનાની ટીમોએ ગઈકાલે રાત્રે 138થી વધારે લોકોને બચાવ્યા છે.

કાઠમંડુમાં 4 કલાકમાં 105 મીમી વરસાદ પડ્યો
કાઠમંડુમાં 4 કલાકમાં 105 મીમી વરસાદ પડ્યો

By

Published : Sep 6, 2021, 5:21 PM IST

  • નેપાળની રાજઝધાની કાઠમંડૂમાં ભારે વરસાદ
  • પૂર જેવી સ્થિતિ, 380થી વધારે મકાનોમાં પાણી ભરાયાં
  • કાઠમંડુમાં 4 કલાકમાં 105 મીમી વરસાદ
  • નેપાળ સેના અને પોલીસ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું

કાઠમંડૂ: નેપાળની રાજધાની કાઠમંડૂમાં ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી 380થી વધારે મકાનોમાં પાણી ભરાઈ ગયું અને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે સોમવારના આ જાણકારી આપી છે.

138થી વધારે લોકોને બચાવવામાં આવ્યા

કાઠમંડૂમાં રવિવાર રાત્રે ભારે વરસાદના કારણે 100થી વધારે જગ્યાએ પાણી ભરાઈ ગયું. મેટ્રોપૉલિટન પોલીસ ઑફિસના પ્રવક્તા સુશીલ સિંહ રાઠોડે જણાવ્યું કે, નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ સેનાની ટીમોએ ગઇકાલે રાત્રે 138થી વધારે લોકોને બચાવ્યા છે. રાઠોડે કહ્યું કે, "મનોહરા નદી, કડાગરી, ટેકૂ અને બાલ્ખૂ ક્ષેત્રોના કિનારે મુલપાની રહેણાંક વિસ્તારમાં રાહત તેમજ બચાવ કાર્ય કરવામાં આવ્યું."

કાઠમંડુમાં 4 કલાકમાં 105 મીમી વરસાદ પડ્યો

કાઠમંડુમાં નદી કિનારે આવેલી મોટાભાગની માનવ વસાહતો પૂરથી ડૂબી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાઠમંડુમાં 4 કલાકમાં 105 મીમી વરસાદ પડ્યો. મેટ્રોપૉલિટન પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરને કારણે કુલ 382 મકાનોમાં પાણી ભરાયા હતા. ટંકેશ્વર, દલ્લૂ, ટેકૂ, તચલ, બાલ્ખૂ, નવું બસપાર્ક, ભીમસેનસ્થાન, માછા પોખરી, ચાબાહિલ, જોરપતિ અને કાલોપુલ સહિત અનેક વિસ્તારોમાં અચાનક આવેલા પૂરના કારણે પાણી ભરાઈ ગયું.

વીજળી પડવાથી 7 લોકો ઈજાગ્રસ્ત

આ દરમિયાન રવિવારના ઓખલઘુંગા જિલ્લાના બેટિની ગામમાં વીજળી પડવાથી 7 લોકો ઘાયલ થઈ ગયા. વીજળી પડવાથા કારણે અનેક મકાનોને પણ નુકસાન થયું.

વધુ વાંચો: મધ્ય નેપાળમાં પૂરના કચરાના કારણે ડઝનેક લોકો ગુમ

વધુ વાંચો: લગભગ 1000 યુએસ નાગરિકોને તાલિબાને અફઘાનિસ્તાનમાં રોક્યા

ABOUT THE AUTHOR

...view details