ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનથી 220 યાત્રીઓને લઈને દિલ્હી પહોંચી 2 ફ્લાઈટ - અફઘાનિસ્તાનમાં તાલિબાન

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધી રહેલી શક્તિ અને એક પછી એક શહેરો પર જમાવવામાં આવી રહેલા કબજાને કારણે ત્યાંથી ભારતીયોનું પલાયન શરૂ થઈ ગયું છે. રવિવારે સાંજે એર ઈન્ડિયા અને કામ એર ની 2 ફ્લાઈટ્સ કાબુલથી દિલ્હી આવી પહોંચી હતી. હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે કેટલીક ફ્લાઈટ્સ આવશે.

અફઘાનિસ્તાનથી 220 યાત્રીઓને લઈને દિલ્હી પહોંચી 2 ફ્લાઈટ
અફઘાનિસ્તાનથી 220 યાત્રીઓને લઈને દિલ્હી પહોંચી 2 ફ્લાઈટ

By

Published : Aug 15, 2021, 9:50 PM IST

  • અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ નિયંત્રણની બહાર
  • તાલિબાન કાબુલ સુધી પહોંચતા પલાયન શરૂ
  • રવિવારે 2 ફ્લાઈટ્સમાં 230 ભારતીયોને લવાયા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સાથે જ દેશમાંથી લોકોને ભાગવાનું શરૂ કરી દીધું છે. આજે 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 2 ફ્લાઈટ્સમાં અંદાજે 220 જેટલા ભારતીયોને દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના અફઘાનિસ્તાનમાં રહેનારા હિન્દુ અને સીખ ભારતીયો છે.

હજુ અન્ય ફ્લાઈટ્સ પણ આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેર પર તાલિબાને કબજો કર્યો છે. જ્યાર બાદ અફઘાન સરકાર પાસે માત્ર કાબુલ શહેર જ બચ્યું છે. આ ઘટનાને લઈને અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોએ પલાયન શરૂ કર્યું છે. રવિવારે બપોરે અફઘાનિસ્તાનથી 100 જેટલા ભારતીય નાગરિકોને લઈને પ્રથમ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ આવી પહોંચી હતી. જ્યારે સાંજે 7 કલાકે અન્ય 120 જેટલા યાત્રીઓ સાથે અન્ય એક ફ્લાઈટ આવી પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details