ગુજરાત

gujarat

ETV Bharat / international

જાપાનના શુરી મહેલમાં લાગી આગ, 30 ફાયરફાયટર દ્વારા આગને કાબુમાં કરાઇ - Fire at Japan's Shuri palace

જાપાનઃ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં ઓકિનાવા આઇલેન્ડ પર શુરી કેસલ ખાતે આગ ભભૂકી ઉઠી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં કરાઇ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

જાપાનના શુરી મહેલમાં લાગી આગ, 30 ફાયરએંન્જીન દ્વારા આગ કાબૂમાં

By

Published : Nov 1, 2019, 12:17 PM IST

ઓકિનાવા પોલીસ પ્રવક્તા યોરો કોચિએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે આગ લાગી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. નજીકના રહીશોને સુરક્ષીત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું હતું કે પાણીના અભાવે એક ફાયર વર્કરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આગ ઓકિનાવાના પૂર્વગામી રાજધાની નાહામાં કિલ્લાના મુખ્ય ભાગે શરૂ થઈ જ્યારે મુખ્ય મંદિર અને મહેલનો એક ભાગ સંપૂર્ણ રીતે બળી ગયો છે. જેમાં જર્જરિત થયેલુ મંદિર સપુર્ણ નાશ પામ્યું છે. જોકે તેમાં કોઈને ઈજા પહોંચી નથી. આ પ્રાચીન મહેલ ઓકિનાવાના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક માનવામાં આવે છે. તે રયુકુ સામ્રાજ્યના સમયનો મહેલ હતો. રયુકુ સામ્રાજ્ય 1450 થી 1879 , 450 વર્ષ ચાલ્યું.

જાપાન દ્વારા ટાપુ કબજે કરવામાં આવ્યું હતો. જેમાં લગભગ 200,000 લોકોના મુત્યુ થયા હતા. 992માં આ મહેલને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પુન સ્થાપિત કરવામાં આવ્યો હતો. 2000માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામા આવી હતી. જાપાનને સંપૂર્ણ સ્વતંત્રતાના બે દાયકા પછી, ઓકિનાવા 1972 સુધી અમેરિકન કબજા હેઠળ હતુ.

ABOUT THE AUTHOR

...view details