FATF અને APGની રિપોર્ટના પ્રમાણે પાકિસ્તાને 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને લશ્કર સાથે જોડાયેલા અન્ય આતંકવાદીની સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રસ્તાવ (UNSCR) 1267ની જવાબદારીઓને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન સરકારે આતંકી સંગઠન લશ્કર એ તૌયબા, જમાત ઉદ દાવા અને ફલહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF) અને તેમના પ્રમુખ હાફિઝ સઈદની સામે કાર્યવાહી નથી કરી.