ગુજરાત

gujarat

ETV Bharat / international

દુનિયાભરમાં WhatsApp અને ફેસબુકનું સર્વર ડાઉન, ભારતીય યુઝર્સ પણ પરેશાન - social media

ન્યુઝ ડેસ્કઃ દુનિયાભરમાં કેટલાય દેશોમાં WhatsApp અને ફેસબુકનો વપરાશ કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ અનુસાર ફેસબુકમાં હાલ ખામી સર્જાઈ છે. વોટ્સએપમાં ફોટા તથા વીડિયો ડાઉનલોડ થવામાં તકલીફ થઈ રહી છે.

gd

By

Published : Jul 3, 2019, 11:08 PM IST

Updated : Jul 3, 2019, 11:14 PM IST

ફેસબુક, WhatsApp અને ઈન્સ્ટાગ્રામ દુનિયામાં કેટલીય જગ્યાઓએ ડાઉન છે. ટ્વિટર અને અન્ય સોશ્યિલ મીડિયા પર આ અંગે લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટના અનુસાર છેલ્લી 15 મિનિટથી WhatsAppનો વપરાશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે લોકોની ફરિયાદો સામે આવી રહી છે.

આ સમયે ફેસબુક દ્વારા નિવેદન રજૂ કરાયું છે. જેમાં ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે, અમે તમામ મુશ્કેલીઓ દૂર કરી પુનઃ સરળ વપરાશ માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ અગાઉ માર્ચમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સૌથી લાંબા સમય માટે બંધ થયું હતુ. એપ્રિલમાં વોટ્સએપની સાથે બંને એપ્લીકેશનમાં મુશ્કેલી સામે આવી હતી. ફેસબુક મૈસેન્જર એપ જે અલગથી ડાઉનલોડ કરવી પડે છે તે પણ પ્રભાવિત થયું હતુ.

આ અંગે લોકો ટ્વીટર પર વોટ્સએપ ડાઉન હેશટેગથી પોતાની સમસ્યા રજૂ કરી રહ્યાં છે. મોટાભાગે મલેશિયા, શ્રીલંકા અને ઈંડોનેશિયાના વપરાશકર્તાઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હાલ તો કંપની તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

ભારતીય યુઝર્સ પર આ સોશ્યિલ મીડિયા ડાઉનની પણ અસર વર્તાઈ રહી છે.

Last Updated : Jul 3, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details