બેરૂતઃ લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેને લોકોને હચમચાવી નાખ્યાં છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, શહેરના અનેક ભાગોમાં ધરતી ધ્રુજી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ધમાકાને લીધે મકાનોની બારીના કાચ પણ તૂટી ગયા હતાં.
મળતી માહિતી મુજબ, આ દુર્ધટનામાં 73 લોકોના મોત થયાં છે, જ્યારે 3700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે, આ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. લેબનાનના ભારતીય દૂત સુહેલ અઝાઝ ખાને કહ્યું કે, અમારા બધા દૂતાવાસ કર્મચારી સુરક્ષિત છે. અમે ભારતીય સમુદાયના સભ્યોના સંપર્કમાં છીએ. અત્યાર સુધી કોઇ ભારતીયના જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી. અમે ચુસ્ત બંદોબસ્ત રાખી રહ્યા છીએ અને સતત ભારતીય સમુદાયના સંપર્કમાં છીએ.