અમેરિકા સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું કે, સુનામી આવવાની કોઇ શક્યતા નથી. અમેરિકી ભૂગ્રભ સર્વેક્ષણ મુજબ, ભૂંકપનો કેન્દ્ર તટીય શહેર ટર્નેટના ઉત્તર પશ્ચિમમાં 140 કિલોમીટર દૂર 45 કિલોમીટર સમુદ્રની અંદર હતો.
ઇન્ડોનેશિયામાં 7.1 તીવ્રતાનો ભૂકંપ - ઇન્ડોનેશિયામાં 7.1 તીવ્રતાનો ભૂકંપ
જકાર્તા: પૂર્વી ઇન્ડોનેશિયાના નાર્થ માલુકુ પ્રાંતના તટવર્તી વિસ્તારમાં ગુરુવારે રાત્રે 7.1 તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. જેને કારણે ગભરાયેલા લોકો ઘરોમાંથી રસ્તા પર દોડી આવ્યા હતા.

file photo
ઇન્ડોનેશિયા મોસમ વિભાગ દ્વારા લોકોને સમુદ્ર તટથી દુર રહેવાની સૂચના આપવામાં આવી છે. ભૂકંપ સ્થાનીક સમયાનુસાર રાત્રે 1 વાગ્યે આવ્યો હતો.