નવી દિલ્હી: EU સાંસદોએ આ પ્રસ્તાવમાં એવો આરોપ લગાવ્યો છે કે, ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો આ કાયદો લઘુમતિ સમુદાયની વિરુદ્ધ છે. જેથી મોટી સંખ્યામાં લોકો નાગરિકતા વગરના થઈ શકે છે. આ કાયદો ધર્મિક આધારે ભેદભાવ કરે છે. યુરોપિયન સાંસદોએ આ પ્રસ્તાવમાં ભારત સરકાર પર ભેદભાવ, ઉત્પીડન અને CAAના વિરોધમાં જે અવાજ ઉઠ્યો હતો, તેને દબાવવાનો આરોપ લગાવ્યો છે.
EU સાંસદો CAA પરના ઠરાવને આગળ વધારવા માગે છે: સૂત્ર
યુરોપિયન યુનિયનના (EU) 150થી વધુ સાંસદોએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી ભારતમાં નાગરિકતા નક્કી કરવાની પદ્ધતિમાં બદલાવ આવી શકે છે.
યુરોપિયન યુનિયન
EUના સાંસદો તરફથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, CAA લાગુ કરવાથી માનવીય સંકટનું સર્જન થઈ શકે છે. આ પ્રસ્તાવમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, નાગરિકતા રજિસ્ટર (NRC) અને CAA સાથે મળીને અનેક મુસ્લિમોને નાગરિકતાથી વંચિત કરી શકે છે. યુરોપિયન યુનિયનના સાંસદોએ EU સમક્ષ આ કેસમાં દરમિયાનગીરી કરવાની માગ કરી હતી. ભારતે આ દરખાસ્તને લઈને આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, CAA ભારતની આંતરિક બાબત છે.