- નેપાળના પોખારામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 5.3 માપવામાં આવ્યું હતું
- નેપાળી સમય અનુસાર સવારે 5.42 ક્લાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
કાઠમાંડુ: નેપાળના પોખરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 5.3 માપવામાં આવ્યું હતું. નેપાળી સમય અનુસાર સવારે 5.42 ક્લાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ પણ વાંચોઃગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા, વહેલી પરોઢે ધરા ધ્રુજી
ભૂકંપનું કેન્દ્ર લમજુંગ જિલ્લાના ભુલભુલેમાં છે
રાષ્ટ્રીય ભૂકંપ નિરીક્ષણ અને સંશોધન કેન્દ્રના મુખ્ય ભૂકંપ વૈજ્ઞાનિક ડો.લોક બિજય અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર લમજુંગ જિલ્લાના ભુલભુલેમાં છે. ભૂકંપના આંચકા નેપાળી સમય અનુસાર, સવારે 5:42 ક્લાકે અનુભવાયા હતા. જો કે, આ સમય દરમિયાન ભૂકંપની તીવ્રતા 5.8 બતાવવામાં આવી છે.