જાણકારી મૂજબ આ ઘટના માઉન્ટ રિન્જનીની પાસે સેનારૂ ગામમાં તિયુ કેલેપ ધોધ પાસે થઈ હતી. મૃત્યુ પામેલા લોકો માંથી બે લોકો મેલેશિયાઈ હતા. જે 38 અન્ય પ્રવાસીઓ સાથે આવ્યા હતા. મૃત્યુ પામેલા 1 વ્યક્તિ ઈન્ડોનેશિયાનો હતો.
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં 38 લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી 35ને બચાવી લેવામાં આવ્યા છે. 20 પ્રવાસીઓ ઘાયલ થયા છે. અને ધણા લોકોને નાની-મોટી ઇજાઓ થઇ છે.
આ દરમિયાન 32 ઇમારતો પડી ગઈ અને 500 મકાનો આંશિક રીતે નુકસાન થયું છે. 22 ઈન્ડોનેશિયા પ્રવાસીઓ સહિત 80થી વધારે લોકોને માઉન્ટ રિન્જનીથી બહાર કાઢવામાં આવ્યા છે.
અમેરિકન જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્ર સેમ્બાલુન બંબુંગ ગામથી ચાર કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં 24 કિમીની ઊંડાઈમાં સ્થિત હતો. માઉન્ટ રિન્જનીને ઈન્ડોનેશિયાનો બીજો સૌથી ઊચો જ્વાળામુખી માનવામાં આવે છે. જેની ઊચાઈ 3,726 મીટર છે અને આ સક્રિય છે.