- ઘણા પોલીસકર્મીઓ હિંસાના ભાગીદાર બનવા માંગતા નથી
- મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારો ભારત આવ્યા છે
- મ્યાનમારમાં સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે
મ્યાનમાર:સત્તાપલટ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારો ભારત આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અધિકારીએ કહ્યું હતું કે, મ્યાનમારમાં સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
264 લોકો મ્યાનમારથી ભારત આવી ચૂક્યા છે
સૈન્યની દમનકારી કાર્યવાહી વચ્ચે ઘણા પોલીસકર્મીઓ કે જેઓ આ હિંસાના ભાગીદાર બનવા માંગતા નથી તેઓ સરહદ પાર કરીને ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય મિઝોરમમાં આશ્રય લઈ રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવાર સુધીમાં 264 લોકો મ્યાનમારથી ભારત આવી ચૂક્યા છે. તેમાંથી 198 પોલીસ કર્મચારી અને તેમના પરિજનો છે.