ગુજરાત

gujarat

ETV Bharat / international

Myanmar Massacre 2021: મ્યાનમારમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનેક લોકોની હત્યા: અહેવાલ - સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

મ્યાનમારના (Massacre Myanmar) કાયા રાજ્યના હપ્રુસો શહેરની સીમમાં આવેલા મો સો ગામમાં થયેલા આ હત્યાકાંડની કથિત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ (Photos go viral on social media) થઈ રહી છે, જેના પછી સત્તાધારી સેના વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મો સો ગામમાં આ શરણાર્થીઓ સેનાના હુમલાથી બચવા માટે આશ્રય લઈ રહ્યા હતા.

MYANMAR REPORT
MYANMAR REPORT

By

Published : Dec 26, 2021, 1:25 PM IST

બેંગકોક: મ્યાનમારમાં સરકારી દળોએ ગ્રામજનોની ધરપકડ કરી, ઓછામાં ઓછા 30 લોકોની ગોળી મારીને હત્યા (Myanmar Massacre 2021) કરી અને તેમના મૃતદેહોને આગ લગાડી છે. મૃતકોમાં કેટલાક બાળકો અને મહિલાઓ (Women And Children Killed) પણ હોવાનું મનાય છે. શનિવારે એક પ્રત્યક્ષદર્શી અને અન્ય અહેવાલો પરથી આ માહિતી મળી છે. મ્યાનમારના કાયા રાજ્યના હપ્રુસો શહેરની સીમમાં આવેલા મો સો ગામમાં થયેલા આ હત્યાકાંડની કથિત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ (Photos go viral on social media) થઈ રહી છે, જેના પછી સત્તાધારી સેના વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મો સો ગામમાં આ શરણાર્થીઓ સેનાના હુમલાથી બચવા માટે આશ્રય લઈ રહ્યા હતા.

ત્રણ વાહનોમાં 30થી વધુ સળગેલા મૃતદેહો જોઈ શકાય છે

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (Social media accounts) સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી પરંતુ વાયરલ ફોટામાં ત્રણ વાહનોમાં 30થી વધુ સળગેલા મૃતદેહો જોઈ શકાય છે. ઘટનાસ્થળ પર હોવાનો દાવો કરનાર એક ગામવાસીએ જણાવ્યું હતું કે, મો સો નજીક નાગન ગામમાં શુક્રવારે સશસ્ત્ર વિપક્ષી દળો અને મ્યાનમારની સેના વચ્ચેની અથડામણ ટાળવા તે શુક્રવારે ભાગી ગયો હતો. ગામવાસીએ જણાવ્યું કે સેનાના જવાનોએ તેને પકડી લીધો અને થોડા સમય બાદ મારી નાખ્યો. જ્યારે તે શરણાર્થી કેમ્પમાં જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુઝફ્ફરપુરમાં કુરકુરે-નૂડલ્સ ફેક્ટરીના બોઈલરમાં બ્લાસ્ટ, પાંચના મૃત્યુ

આ પણ વાંચો:Fire in Vadodara : મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details