ગુજરાત

gujarat

ETV Bharat / international

મધ્ય નેપાળમાં પૂરના કચરાના કારણે ડઝનેક લોકો ગુમ - બિહાર

મધ્ય નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. પૂરમાં એક વ્યક્તિનું મૃત્યુ હતું, જ્યારે ડઝનબંધ લોકો ગુમ હોવાનું જણાવાયું છે.

xxx
મધ્ય નેપાળમાં પૂરના કચરાના કારણે ડઝનેક લોકો ગુમ

By

Published : Jun 16, 2021, 11:18 AM IST

  • નેપાળમાં ભારે વરસાદ
  • વરસાદને કારળે પૂરની પરિસ્થિતિ સર્જાઈ
  • એક વ્યક્તિના મૃત્યુના અહેવાલ

કાઠમંડુ: નેપાળમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. મધ્ય નેપાળમાં પૂરનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અહીં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું, જ્યારે ડઝનેક લોકો ગુમ થયાના અહેવાલ છે.

1ના મૃત્યુની પુષ્ટી

સિંધુપાલચૌક જિલ્લાના મુખ્ય જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવ્યું હતું કે પૂરને કારણે હજી સુધી માત્ર એક જ મૃત્યુના પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે મેલમાચી અને ઇન્દ્રવતી નદીઓમાં ખુબ જ તોફાન છે.

24 કલાકથી મુશળધાર વરસાદ

નેપાળ અને ગંડક નદીના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ જોતાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સંબંધિત પરિસ્થિતિઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજાગ રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચો : ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો, જૂઓ વીડિયો...

નિતિન કુમારે કરી બેઠક

ઓનલાઇન મીટિંગમાં નીતીશે કહ્યું હતું કે હવામાન વિભાગ તરફથી મળેલી આગાહી પ્રમાણે ભારે વરસાદની સંભાવના છે. લાઉડ સ્પીકર્સ દ્વારા પાળા પાસે રહેતા લોકો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ જેથી જરૂર પડે તો લોકોને ત્યાંથી સરળતાથી બહાર કાઢી શકાય.

આ પણ વાંચો : ઈન્ડોનેશિયામાં પૂર તેમજ ભૂસ્ખલનને કારણે 55 લોકોનાં મોત

ABOUT THE AUTHOR

...view details