અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે થઈ મુલાકાત
ન્યુઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે રવિવારે મુલાકાત થઈ હતી. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદ પર બંને એકબીજાને મળ્યા હતાં.
ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની આ ત્રીજી મુલાકાત છે. પરંતુ આ પહેલો પ્રસંગ છે જેમાં અમેરિકાના કોઈ સિટિંગ રાષ્ટ્રપતિએ દુશ્મન દેશની જમીન પર મુક્યો છે. 2018માં જુનમાં સિંગાપુરમાં ઐતિહાસિક બેઠકમાં બંને એકબીજાની સામે આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં વિયેતનામનાં હનોઈમાં બંનેની મુલાકાત થઈ હતી. ટ્રમ્પે રવિવારની મુલાકાત અંગે ટ્વિટર પર જાણકારી આપી હતી. ટ્રમ્પ અને કિમ કોરિયાઈ દ્વિપકલ્પમાં પરમાણુ નિઃશસ્ત્રીકરણનાં મામલે બંને ચર્ચા કરી ચુક્યા છે. હનોઈમાં ફેબ્રુઆરીમાં થયેલી આ ચર્ચાનુ કોઈ ફળદાયી પરિણામ નહોતું મળ્યું. કિમ જોંગના આમંત્રણને માન આપી ડૉનાલ્ડ ટ્રમ્પે તેમની સીમામાં પગ મુકવાની તૈયારી બતાવી હતી. ટ્રમ્પે ઓસાકામાં G-20 સમિટમાં કહ્યું હતું કે, જો ઉત્તર કોરિયાના અધ્યક્ષ કહેશે તો હું બોર્ડર ઉપર તેમને હાથ મિલાવવા અને હેલ્લો કહેવા રોકાઈશ. આ મુલાકાતથી ખુશ હોવાનું ટ્ર્મ્પે જણાવ્યું હતું.