ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારત-શ્રીલંકા સરહદ પર ડીઝલનું સ્તર જામ્યું, આગનું વિકરાળ સ્વરૂપ - શ્રીલંકાના ઓઇલ ટેન્કરમાં આગ

શ્રીલંકાના ઓઇલ ટેન્કર એમટી ન્યૂ ડાયમંડમાં થોડા દિવસો પહેલા આગ લાગી હતી. ટેન્કર નજીક ફેલાયેલા ડીઝલ ઉપર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ખાસ રસાયણો છાંટવામાં આવ્યા હતા. આગને કાબૂમાં આવી ગઇ હતી, પરંતુ તેમાં ફરી આગ લાગી છે, જે બાદ ફાયર ફાઇટરો તેને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. સમુદ્રમાં ડીઝલનું એક સ્તર જામી ગયું છે.

શ્રીલંકા
શ્રીલંકા

By

Published : Sep 9, 2020, 12:38 PM IST

કોલંબો: ભારતીય કોસ્ટગાર્ડના વિમાને શ્રીલંકાના દરિયાકાંઠે સમુદ્રમાં એક વિશાળ તેલના ટેન્કર પાસે ફેલાયેલા ડીઝલ પર વિશેષ રસાયણોનો છંટકાવ કર્યો હતો. એકવાર ટેન્કરમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ તે ફરી ભભૂકી ઉઠી હતી અને ફાયર ફાઇટરો તેને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. નેવીએ આ માહિતી આપી.

એમટી ન્યૂ ડાયમંડ ટેન્કર લગભગ 20 લાખ બેરલ ક્રૂડ તેલ લઈને ભારત જઈ રહ્યું હતું. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે, જો આ જહાજમાંથી લિક થાય કે વિસ્ફોટ થાય તો શ્રીલંકાના દરિયાકાંઠાના વાતાવરણને ભારે નુકસાન થઈ શકે છે.

નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ઈંડિકા ડિસિલ્વાએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે આગ ફરી ભભૂકી ઉઠી હતી અને તે પહેલી આગની જેમ ભયાનક બની હતી. ફાયરના જવાનોએ તેને કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે, પરંતુ જ્વાળાઓ હજી વધી રહી છે.

તેમણે કહ્યું કે, જહાજથી લગભગ એક કિલોમીટર દૂર ડીઝલનું એક સ્તર જામી ગયું છે અને તે ડીઝલ જહાજમાંથી બહાર આવ્યું હોવું જોઇએ તેવું અનુમાન છે. નૌકાદળે જણાવ્યું હતું કે, દરિયાઇ પર્યાવરણને થતા નુકસાનને ઓછું કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના એક જહાજે આ સ્તર પર કેમિકલ છાંટ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details