- ભારતે અટકાયત કરાયેલા નેતાઓને મુક્ત કરવા જણાવ્યું હતું
- આંગ સાન સૂચીના નેતૃત્વવાળી પાર્ટીએ મ્યાનમારમાં સત્તા કબજે કરી
- લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપનાઃ ભારત-અમેરિકા
વોશિંગ્ટન: મ્યાનમારમાં બળવા સામે કડક વલણ અપનાવતા અમેરિકા અને ભારતે લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના, હિંસાનો ઉપયોગ બંધ કરવા અને તમામ રાજકીય કેદીઓની મુક્તિની હાકલ કરી છે.
શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પ્રથમ સીધી દ્વિપક્ષીય બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ મ્યાનમાર પર આસિયાન દ્વારા સંમત થયેલી પાંચ-પોઈન્ટ વ્યવસ્થાનો તાત્કાલિક અમલ કરવાની પણ હાકલ કરી હતી.
સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, "બંને નેતાઓએ મ્યાનમારમાં લોકશાહીની વહેલી તકે પુનઃસ્થાપના, હિંસાનો ઉપયોગ બંધ કરવા અને તમામ રાજકીય કેદીઓની મુક્તિની હાકલ કરી હતી." બિડેન અને મોદીએ મ્યાનમાર પર આસિયાન દ્વારા સંમત થયેલ પાંચ-પોઇન્ટ સર્વસંમતિના તાત્કાલિક અમલ કરવાનું કહ્યું
3,400 લોકોની અટકાયત કરવામાં આવી
મહત્વનું છે કે, 1 ફેબ્રુઆરીના રોજ આંગ સાન સૂચીના નેતૃત્વવાળી પાર્ટીની ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સેનાએ મ્યાનમારમાં સત્તા કબજે કરી અને કટોકટીની સ્થિતિ જાહેર કરી.મળતી માહિતી મુજબ, ત્યાંની સૈન્ય સરકાર દ્વારા સૂચી સહિત 3,400 લોકોની અટકાયત કરવામાં આવી છે.
એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) એ ગયા મહિને સર્વસંમતિથી પાંચ મુદ્દાની વ્યવસ્થા તૈયાર કરી હતી જેમાં મ્યાનમારમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવાની અને તમામ પક્ષોએ સંપૂર્ણ સંયમ રાખવાની હાકલ કરી હતી .તેમજ તમામ પક્ષોએ લોકોના હિતમાં શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે રચનાત્મક ચર્ચા કરવી જોઈએ.