હુબેઈઃ ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દિવસે દિવસે આ વાયરસથી મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બુધવારે 71 લોકોના મોત થતાં મૃતકોની સંખ્યા 563 સુધી પહોંચી છે, તો 28 હજાર લોકો વાયરસથી પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું છે. ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી આ વાયરસ સંક્રમણની શરૂઆત થઈ હતી. જે આજે દુનિયા મોટાભાગના દેશમાં ફેલાઈ ગયો છે.
કોરોના વાયરસઃ ચીનમાં અત્યાર સુધી 563 લોકોના મોત - કોરાના વાયરસ ન્યૂઝ
ચીનમાં કોરોના વાયરસનો ભોગ બનનારની સંખ્યા 563 સુધી પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા આશરે 28 હજાર હોવાનું સામે આવ્યું છે.
![કોરોના વાયરસઃ ચીનમાં અત્યાર સુધી 563 લોકોના મોત coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5974830-thumbnail-3x2-corona.jpg)
coronavirus
હાલ, આ વાયરસનો ઈલાજ નથી, પરંતુ સ્વાસ્થ્ય સંગઠનોને HIV અને અન્ય એન્ટીવાયરલ દવાઓ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં થોડી ઘણી સફળતા મળી રહી છે. દુનિયાભરના સ્વાસ્થ્ય સંગઠન આ વૈશ્વિક રોગચાળાને નાથવા માટે મંથી રહ્યાં છે. કારણ કે, આ વાયરસની અસર ઓસ્ટ્રેલિયા, ફાન્સ, અમેરિકા અને ચીન સિવાય સાત એશિયાઈ દેશમાં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા, ફાન્સ, અમેરિકા અને સિંગાપુરના નાગરિકો માટે ચીનની મુસાફરી પર રોક લગાવી દેવામાં આવી છે.