ગુજરાત

gujarat

ETV Bharat / international

જાપાનમાં 'હગિબિસ' વાવઝોડામાં 70થી વધુ લોકોના મોત - latest International news

ટોક્યોઃ જાપાન 'હગિબિસ'ના કહેરથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આ વિનાશકારી વાવઝોડાએ 50થી વધુ લોકોનો ભોગ લીધો છે અને આંકડામાં હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જાપાન

By

Published : Oct 16, 2019, 2:03 PM IST

Updated : Oct 16, 2019, 2:19 PM IST

જાપાનના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં લોકો મોતને ભેટી રહ્યાં છે. અવિરત વરસાદ ,ભૂકંપ અને પૂરના કારણે જાપાનામાં મોત તાંડવ થઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે અને હજુ આ આંકડાઓમાં વધારો થાય તેવી આશંકા સેવાઈ રહી છે.

સ્થાનીય પ્રસારણકર્તાઓના જણાવ્યાં અનુસાર, તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સેલ્ફ ડિફેન્સ ફોર્સેસને નાગાનો પ્રાંતમાં તૈનાત કરવામાં આવી છે.

આ ભયંકર વાવઝોડાના વંટોળ સાથે વરસાદ પણ ખેંચાઈને આવ્યો હતો. જેના કારણે આશરે 200 નદીઓની જળસપાટીમાં વધારો થયો હતો અને 50 જેટલી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જાપાનમાં મોટાપાયે નુકસાન થયું હતું.

મળતી માહિતી પ્રમાણે, 10,000થી વધુ ઘરોને નુકસાન થયું છે. દેશભરમાં આશરે 140 ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ગુનામા પ્રાંતમાં ચાર લોકોના મોત થયા છે. ત્યારબાદ 35000થી ઘરોમાં વીજળીની સમસ્યા સર્જાઈ હતી.

આ ઘટના અંગે જાપાનના વડાપ્રધાન શિંજો આબે મંગળવારે જણાવ્યું હતું કે, "તેમની સરકાર હગિબિસને ગંભીર પ્રાકૃતિક સમસ્યાની શ્રેણીમાં મૂકવાની યોજના બનાવી રહી છે. જેથી આ વાવઝોડાથી પ્રભાવિત થયેલાં વિસ્તારના પુનનિર્માણના કાર્યો માટે સબસીડી આપી શકાય."

આમ, હગિબિસ વાવાઝોડા કારણે જાપાન તારાજી સર્જાઈ છે. પૂરગ્રસ્ત લોકો મદદ માટે ગુહાર લગાવી રહ્યાં છે. તંત્ર સબસીબીડી આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે. જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Last Updated : Oct 16, 2019, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details