બેઇજિંગ: ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં વધું 73 લોકોનાં મૃત્યું થયા છે.જેથી મૃતકઆંક વધીને 636 થયો છે અને આ વાયરસથી સંક્રમિત થવાના 31,161 કેસની પુષ્ટિ થઈ છે.
ચીન રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે જણાવ્યું કે, ગુરુવારે 73 લોકોના કોરોના વાયરસથી મૃત્યું થયું છે. જેમાં 69 લોકો વુહાનના હતા.આયોગે જણાવ્યું કે, દેશમાં વાયરસની ઝપેટમાં 636 લોકોના મૃત્યું થયા છે અને 31.161 કેસની પુષ્ટી થઈ છે.ચીનના વુહાન શહેરથી આ વાઈરસ શરુ થયો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે.