ઇસ્તાંબુલ: તુર્કી અને યૂનાનમાં આવેલા ભયાનક ભૂકંપના 34 કલાક બાદ પશ્ચિમી તૂર્કીમાં એક ઈમારતના કાટમાળ નીચેથી એક જીવતા વૃદ્ધાને બહાર કાઢવામાં આવ્યો છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભૂંકપથી અત્યાર સુધીમાં કુલ 46 લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. 7.0ની તીવ્રતાનો ભૂંકપનો ઝટકો આવ્યો હતો.
તૂર્કી વિનાશકારી ભૂકંપ: 34 કલાક બાદ 70 વર્ષીય વદ્ધ જીવતો નિક્ળ્યો, 46ના મોત - ગુજરાતીસમાચાર
તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે ભૂંકપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઇ છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં 46 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ 900 થી વધુ લોકો ઘાયલ થયા છે.
Turkey's Disaster
તુર્કીના ડિઝાસ્ટર અને ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે, ઈઝમિર શહેરમાં કાટમાળ નીચેથી મૃતદેહ નીકાળ્યા બાદ મૃતકોની સંખ્યા 46 પર પહોંચી છે. જ્યારે આ દેશના ત્રીજા સૌથી મોટા શહેર છે. શુક્રવારે આવેલા આ ભૂકંપમાં યૂનાનમાં 2 લોકોના મોત થયા છે.
બચાવ દળ દ્વારા રવિવાર રાત્રે કાટમાર નીચે દટાયેલા એક વૃદ્ધાનું રેસ્કયું કરાયું હતુ.