બેજિંગઃ સ્વાસ્થ્ય અધિકારીઓના રિપોર્ટમાં જણાવાયું છે કે, હુવેઈમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 64,000ના આંકડાને પાર કરી ગઈ છે. ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ફરી વધારો થયો છે. જે મૃત્યુઆંક 2,346 પર પહોંચી ગયો છે.
ચીનમાં કોરોનાનો કેર યથાવત, મૃત્યુઆંક 2,300ને પાર - હુબેઇમાં પ્રાંતમાં કોરોનાવાયરસ
ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ફરી વધારો થયો છે. હાલ મૃત્યુઆંક 2,346 પર પહોંચી ગયો હતો.
ચીનમાં કોરોનાનો કેર
ચીનના હુબેઇમાં પ્રાંતમાં કોરોના વાયરસ રોગ (સીઓવીઆઈડી -19)થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,346 થઈ ગઈ છે. એમ સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, હુબેઇમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 64,000ને વટાવી ગઈ છે.
હુબેઇ પ્રાંતમાં 15,299 લોકો રોગમાંથી મુક્ત થયા છે. પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 630 નવા કેસ નોંધાયા છે અને 24 કલાકમાં હુબેઇમાં કોરોના વાયરસ રોગથી 96 લોકોનાં મોત નીપજ્યાં છે.