ગુજરાત

gujarat

ETV Bharat / international

D Company money laundering case: ED એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈની ધરપકડ કરી - Enforcement Directorate

મની લોન્ડરિંગ કેસમાં ઈકબાલ કાસકરની ધરપકડ (Iqbal Kaskar in money laundering case) કરવામાં આવી છે. ED અધિકારીઓએ જણાવ્યું કે દાઉદના જેલમાં બંધ ભાઈ ઈકબાલ કાસકર (Dawood jailed brother Iqbal Kaskar)વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ કાસકર વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

D Company money laundering case: ED એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈની ધરપકડ કરી
D Company money laundering case: ED એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈની ધરપકડ કરી

By

Published : Feb 18, 2022, 4:51 PM IST

મુંબઈ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate ) એ મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં 1993ના મુંબઈ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ (1993 Mumbai blasts mastermind Dawood Ibrahim)ના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. હાલમાં જ જેલમાં બંધ કાસકર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ(D Company money laundering case) નોંધવામાં આવ્યો છે.

કાસકરને તાજેતરના કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો

શુક્રવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત છેડતીના ઘણા કેસોમાં પહેલેથી જ થાણે જેલમાં બંધ કાસકરને તાજેતરના કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કાસકરને સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act -PMLA) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેણે 16 ફેબ્રુઆરીએ તેની સામે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું.

ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નવા કેસમાં ભાગેડુ ગેંગસ્ટર ઈબ્રાહિમ અને મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા(ED arrests brother of underworld don Dawood Ibrahim) અન્ય લોકોની પૂછપરછ માટે કાસ્કરની કસ્ટડી માંગી શકે છે. કાસકર સામે નવો કેસ નોંધાયા બાદ અને 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં અંડરવર્લ્ડની કામગીરી, કથિત ગેરકાયદેસર મિલકત સોદા અને હવાલા વ્યવહારો સંબંધિત દરોડા પાડવામાં આવ્યા બાદ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃયુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન

10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા

ઈબ્રાહિમની દિવંગત બહેન હસીના પારકર, કાસકર અને ગેંગસ્ટર છોટા શકીલના સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ સહિત કુલ 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ ED દ્વારા કુરેશીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઇડીનો કેસ તેની સ્વતંત્ર ગુપ્ત માહિતી સિવાય તાજેતરમાં જ ઇબ્રાહિમ અને અન્યો સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે. NIA એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની કલમો હેઠળ તેની ફોજદારી ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચોઃરશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો, અમેરિકાએ આપી ચેતવણી

ABOUT THE AUTHOR

...view details