ટોક્યો: જાપાનના એક પાર્કમાં લોકોને દુર કરવા માટે લાખો ટ્યૂલિપ ફૂલો કચડવામાં આવ્યા હતા.
કોવિડ -19: પ્રવાસીઓની ભીડને રોકવા માટે લાખો ટ્યૂલિપ ફૂલો કચડી નાખ્યા - પ્રવાસીઓની ભીડને રોકવા માટે લાખો ટ્યૂલિપ ફૂલો કચડી નાખ્યા
જાપાનના એક પાર્કમાં લોકોના ટોળાને દુર કરવા માટે લાખો ટ્યૂલિપ ફૂલોને કચડવામાં આવ્યા હતા. જો કે, લોકો ફૂલો જોવા માટે ભેગા થયા હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ નિયમોનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું હતું.
કોવિડ -19: પ્રવાસીઓની ભીડને રોકવા માટે લાખો ટ્યૂલિપ ફૂલો કચડી નાખ્યા
દર વર્ષે, પૂર્વી ટોક્યોમાં સકુરા શહેરમાં વાર્ષિક તહેવાર માટે આ ફૂલો આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસના કારણે સમારોહ રદ્દ કરવામાં આવ્યો છે.જો કે, લોકો ફૂલો જોવા ભેગા થઈ રહ્યા હતા, જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ ના નિયમોનું ઉલ્લંધન થઇ રહ્યો હતો.
આ સંદર્ભે, ઉદ્યાનની દેખરેખ માટે કામ કરતા અધિકારી તાકાહિરો કોગોએ જણાવ્યું હતું કે, 'અમે પણ ઇચ્છતા હતા કે લોકો વધુને વધુ આ ફૂલોને જોવો, પરંતુ આ સમયે માનવ જીવન જોખમમાં છે, તે ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે પરંતુ આપણે તે કરવાનું છે.