ઈસ્લામાબાદઃ કોરોના વાઈરસ મહામારીના કારણે પાકિસ્તાન વિભિન્ન દેશોમાં ફસાયેલા તેના 43000 નાગરિકોને પરત લાવવાની યોજના પર કામ કરી રહયું છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા આયેશા ફારુકીએ શુક્રવારે કહ્યું કે, આ યોજનાના બીજા તબક્કામાં આશરે 2000 પાકિસ્તાનીઓને 14 થી 18 એપ્રિલ દરમિયાન લગભગ નવ વિશેષ વિમાનોથી પરત લાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે વિવિધ દેશોમાંથી લગભગ 43,000 પાકિસ્તાનીઓને પરત લાવવા જરૂરી છે. જેની માટે એક તબક્કાવાર યોજના ચાલી રહી છે. ફારુકીએ કહ્યું કે, દોહા, દુબઇ, બેન્ગકોક, ઈસ્તાંબુલ, લંડન, બાકુ, તાશકંદ, ક્વાલાલાંપુર અને સિંગાપુરમાં 2287 ફસાયેલા પાકિસ્તાનીઓને પાકિસ્તાન ઈન્ટરનેશલ એરલાઈન્સના 12 વિશેષ વિમાનો દ્વારા પરત લાવ્યા હતા.