ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં કોરોના વાયરસનો કહેર, ભારતીય વિદ્યાર્થી ચિંતામાં

ચીનમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગે સતર્કતા જાળવીને વાયરસ નાથવાના પ્રયાસ કરી રહ્યું છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. જેમાં વધારો થવાની આશંકા છે, તો બીજી તરફ વાયરસનું કેન્દ્ર બનેલા વુહાન શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં મૂકાયાં છે.

coronavirus
coronavirus

By

Published : Jan 23, 2020, 12:38 PM IST

ચીનઃ કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદ પ્રશાસન સતર્ક થયું છે, ત્યારે આ વાયરસનું કેન્દ્ર બનેલાં વુહાન શહેરમાં લોકો આ વાયરસનો ભોગ બની રહ્યાં છે. નોંધનીય છે કે, આ શહેરમાં ઘણા ખરાં ભારતીય વિદ્યાર્થીઓ વસે છે. તેઓ પણ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. કેરળના હવાઈ મથકોને પણ એલર્ટ કરાયાં છે.

આ અંગે પ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન કે. શૈલનાએ જણાવ્યું હતું કે, " કેરળ રાજ્યના તમામ ચાર હવાઈ મથકો તિરુવનંતપુરમ, કોચ્ચિ, કોઝિકોડ અને કન્નુરમાં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સાથે જ ચીનથી પરત આવનારને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. "

  • 400થી વધુ લોકો હૉસ્પિટલમાં કરાયા દાખલ

ચીનમાં આશરે 1.15 કરોડ વસ્તી છે. જેમાંથી સુંદર ઝરણા અને પાર્ક માટે જાણીતું વુહાન શહેર રાતોરાત બીમારીની ઝપેટમાં આવતાં લોકો મોત સામે ઝંઝૂમી રહ્યાં છે. આ વાયરસ સંક્રમણના કારણે કેટલાય લોકોનું મોત થયું છે, તો 440થી વધુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

  • વુહાન શહેરના રહેતા 700 ભારતીય વિદ્યાર્થી

વુહાન શહેરમાં 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ચીનપિંગની પહેલી અનૌપચારિક મુલાકાત થઈ હતી. હાલ આ શહેર ભારતીય વિદ્યાર્થીઓના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં વધી રહેસા વાયરસ સંક્રમણના કારણે પરત ફરી રહ્યાં છે. નોંધનીય છે કે, 500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાંક વર્ષમાં આ આંકડામાં વધારો થઈને 23 હજારની આસપાસ પહોંચ્યો છે, તો બીજી તરફ કેટલાંક લોકો આ બિમારી કારણે પરત ફરતાં જોવા મળી રહ્યાં છે.

  • ચીન જતાં લોકોને અપાઈ ચેતવણી

ભારતે ચીન જતા લોકોને ચેતવણી આપી છે, ત્યારે કેટલાંક વિદ્યાર્થીઓએ વુહાન શહેર છોડવાનો નિર્ણય કરવા માટે ભારતીય દૂતાવાસના સંદેશની રાહ જોઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ દિવસેને દિવસે વકરી રહ્યો છે. જેમાં 17 લોકોના મોત થયા છે. હજુ આ આંકાડામાં વધારો થવાની આશંકા છે. દેશમાં આ વાયરસના આશરે 444 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્કતા જાળવી તાત્કાલિક આરોગ્યલક્ષી પગલાં લઈ રહ્યું છે. આ સાથે જ લોકોને કાળજી રાખવાની સૂચના પણ આપી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details