બેજિંગઃ ચીન કાળમુખો કોરોના રોજે રોજ લોકોના જીવ લઈ રહ્યો છે. બુધવારે 29 લોકોના મોત થયા છે ત્યારે મૃત્યુઆંક વધીને 2,774 સુધી પહોંચ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC) આ અંગે જણાવ્યું હતું કે, 29 જાન્યુઆરી બાદ પહેલીવાર એક દિવસમાં આટલા લોકોના મોત થયા છે.
ચીનમાં કોરોનાનો કાળો કેર, મૃત્યુઆંક 2,774, હજુ 78 હજાર લોકો ચેપગ્રસ્ત - ચીનમાં કોરોના વાયરસના કારણે 29 મોત
ચીનમાં બુધવારે કોરોના વાયરસના કારણે 29 લોકોના મોત થયા છે, ત્યારે મૃત્યુઆંક વધીને 2,774 સુધી પહોંચ્યો છે. નોંધનીય છે કે, આ વાયરસનો કહેર ચીન સિવાય જાપાન, ઈરાન અને દક્ષિણ કોરિયા સહિત અન્ય દેશમાં પણ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, 29 જાન્યુઆરીએ કોરોના વાયરસના કારણે 26 લોકોના મોત થયા છે, ત્યારે સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું હતું કે, "બુધવારે 433 નવા કેસ સામે આવ્યા હતાં. જેમાં 24 કેસ અન્ય હુંબેઈ પ્રાંતમાં સામે આવ્યાં હતા."
ઇરાનમાં પણ કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે. તેમજ કુવૈત, બહેરિન અને અફઘાનિસ્તાનમાં પણ વાયરસ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે વિશ્વભરમાં, શેર બજારોમાં ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, કોરોના વાયરસ ગત વર્ષે વુહાન શહેરમાંથી વકર્યો હતો. જેમાં કુલ 78,500ના કેસ નોંધાયા છે. જો કે, હવે ધીરે-ધીરે આ વાયરસના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે.