બેજિંગઃ ચીનમાં કોરોના વાયરસના રોગચાળામાં મરનારની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 1,110 લોકોનો મોત થયા છે. હુબેઈ પ્રાંતમાં સરકારી અધિકારીઓએ 94 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક 1100 સુધી પહોંચ્યો છે. હુબેઇની આરોગ્ય સમિતિએ મધ્યસ્થ પ્રદેશોમાં 1,638 નવા કેસની તપાસ કરી હતી. આ સાથે જ સમગ્ર ચીનમાં 44,200 કેસની તપાસ કરવામાં આવી હતી.
જાપાનના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, જાપાનના બંદર પર ક્વોરેંટ થયેલ ક્રૂઝ પર વાયરસના 39 નવા કેસોની પુષ્ટિ થઈ છે. નોંધનીય છે કે, ડિસેમ્બર, 2019માં હુબેઇ પ્રાંતથી કોરોના વાયરસના ફેલાવવાની શરૂઆત થઈ હતી. જેણે ચીન બાદ મોટાભાગના દેશોને ઝપેટમાં લીધા છે.
જિનેવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHOની બેઠક યોજાઈ હતી. જેમાં આ વાયરસને COVID-19 નામ આપવામાં આવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ તેદરોસ અદહાનોમ ગેબ્રેયસીસેસ મંગળવારે જણાવ્યું હતું કે," ચાઇનામાં વકરી રહેલો કોરોના વાયરસ ચીનની સાથે-સાથે સંપૂર્ણ વિશ્વ માટે ચિંતા વિષય છે. કોરોના વાયરસને આખરે નામ મળ્યું છે. હવે કોરોના વાયરસને કોવિડ 19 નામથી ઓળખવામાં આવશે. કોવિડ 19 કોરોનાને કારણે અત્યાર સુધીમાં દુનિયામાં 1110 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 45182 લોકો અસર ગ્રસ્ત છે. હવે આ કોરોના વાયરસને કોવિડ 19 (Covid 19) ના નામથી ઓળખાશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનું નામ આ પહેલા બદલીને નોવેલ કોરોના વાયરસ નિમોનિયા કરવામાં આવ્યું હતું. જ્યારે 4,811 લોકો તેમાંથી બહાર આવી ચૂક્યા છે. કોવિડ 19 નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આપ્યું છે. WHOએ કહ્યું કે કોવિડ 19 હજું સુધી નિયંત્રણમાં આવ્યો નથી અને ફેલાઈ રહ્યો છે. મંગળવારે ફક્ત ચીનમાં જ 108 લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લા બે દિવસથી 100થી વધારે લોકોના મોત થઈ રહ્યાં છે
ચીનના ચેપી બીમારીઓના વિશેષજ્ઞ જૉન્ગ નેનશન (Zhong Nanshan)એ કહ્યું કે, કોવિડ 19 કોરોના આ મહિને બહું ફેલાશે. આ હજું જીવલેણ બનશે. જૉન્ગ નેનશેનએ જણાવ્યું હતું કે, એ આનંદની વાત છે કે હવે કોરોનાના ચેપનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. જો કે, હજું સુધી તેના કારણે મરનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. તે દિવસેને દિવસે વધી રહ્યો છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગનાં જણાવ્યાંનુંસાર, કોવિડ 19ના કારણે હવે ચેપનો દર દર અઠવાડિયામાં 2 ટકા ઘટે છે. જો કે, હજું સુધી તેની દવા શોધી શકાઈ નથી, બીજી તરફ બ્રિટનના વૈજ્ઞાનિકે દવા શોધી હોવાનો દાવો કર્યો છે.