બીજિંગઃ ચીનમાં કોરોના વાયરસથી મરનારનો આંક 811 સુધી પહોંચ્યો છે. જે 2003માં વકરેલા સાર્સ વાયરસના મૃત્યુઆંક કરતાં વધુ છે.
ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત, મૃત્યુઆંક 800ને પાર - વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન
ચીનમાં દિવસેને દિવસે કોરોના વાયરસ વકરી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસ 810 લોકોને ભરખી ગયો છે. ચીનમાં લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યાં છે.
coronavirus
મહત્વનું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, સાર્સ વાયરસથી 9 મહિનામાં 26 દેશના 774 લોકોના મોત થયાં હતા. તેમજ 2, 649 લોકોને સારવાર આપવામાં આવી હતી. હાલ, ચીનમાં આશરે 33,738 લોકોની સારવાર થઈ રહી છે.