ગુજરાત

gujarat

ETV Bharat / international

જાપાની ક્રૂઝ પર ખતરો વધ્યો, 355થી વધુ લોકો કોરોનાથી અસગ્રસ્ત - જાપાની ક્રૂઝ પર 355થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત

જાપાનના દરિયાઈ કિનારે જહાજ ડાયમંડ પ્રિંન્સેસમાં 350થી લોકો કોરોના વાયરસની ઝપેટ આવ્યાં છે. ચીનમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 1600ને પાર પહોંચી છે, ત્યારે આ વાયરસથી અસર અન્ય દેશમાં જોવા મળતાં ચિંતા માહોલ સર્જાયો છે.

Coronavirus
Coronavirus

By

Published : Feb 16, 2020, 1:52 PM IST

ટોક્યોઃ જાપાનના સ્વાસ્થ્ય આરોગ્ય પ્રધાન જણાવ્યાનુસાર, જાપાનના દરિયાઈ કિનારે જહાજ ડાયમંડ પ્રિન્સેસમાં કોરોના વાયરસથી અસરગ્રસ્તનો આંક 355ને વટાવી ચૂક્યો છે. પ્રધાન કાત્સુનોબૂ કાતોએ સરકારી પ્રસારક NHK પર ચર્ચા કરતાં કહ્યું હતું કે, "અત્યાર સુધી અમે 1,219 લોકોની તપાસ કરી છે. જેમાં 355 લોકોના રિપોર્ટ પોઝિટીવ મળ્યાં છે."

આ પરિસ્થિતિ દરમિયાન જહાજને 19 ફેબ્રુઆરી સુધી અલગ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 1665 સુધી પહોંચી ગઈ છે, તો વાયરસથી સંક્રમિત લોકોનો આંક 68,000થી વધુ છે.

ABOUT THE AUTHOR

...view details