ગુજરાત

gujarat

By

Published : Apr 23, 2020, 8:29 PM IST

ETV Bharat / international

પાકિસ્તાન: કોરોના સંક્રમણથી 224ના મોત, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 10,513

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે પાકિસ્તાનમાં કોરોનાના 742 નવા કેસની ખાત્રી કરી છે. જ્યારે ગત 24 કલાકમાં 15 લોકોના મોત થયાં છે. આ સાથે પાકિસ્તાનમાં કોરોના મહામારી વચ્ચે વિદેશથી પોતાના નાગરિકોને બોલાવી રહ્યું છે.

પાકિસ્તાનમાં કોરોના
પાકિસ્તાનમાં કોરોના

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોના વાઇરસના 742 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોના સંખ્યા 10,513 થઇ છે. જ્યારે સંક્રમણથી ગત 24 કલાકમાં 15 લોકોના મોત થયાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક 224 થયો છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'પંજાબ પ્રાંતમાં 4,590 દર્દીઓ, સિંધમાં 3,373, ખૈબર પખ્તુનખ્ખામાં 1,453, બલુચિસ્તાનમાં 2 552, ગિલગિત-બાલ્તિસ્તાનમાં 290, ઇસ્લામાબાદમાં 204 અને આઝાદ કાશ્મીર (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર) માં 51 કેસ છે.

અમેરિકાના જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં 26 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. તેમજ ઓછામાં ઓછા 1,83,000 લોકોએ પોતોનો જીવ ગુમાવ્યો છે.

આ દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશમાં ફસાયેલા પાકિસ્તાની નાગરિકોને દેશમાં પાછા લાવવાના પ્રયાસો વચ્ચે દેશમાં પાછા આવવા માટે 46,500 થી વધુ નાગરિકોએ સત્તાવાર પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે.

ABOUT THE AUTHOR

...view details