ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાન: કોરોનાના ચેપથી 13 લોકોનાં મોત, 1526 લોકો પોઝિટિવ - પાકિસ્તાનમાં 1526 લોકો કોરોના પોઝિટિવ

પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસનો વ્યાપ વધ્યો છે. દેશમાં આત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1500થી વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યાં મુજબ, હાલના સમયમાં ઇરાનથી પાછા ફરનારા લોકો મોટી સંખ્યામાં અસરગ્રસ્ત છે. પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આ વાઇરસનો સૌથી વધુ ફેલાવો છે.

A
પાકિસ્તાન: કોરોનાના ચેપથી 13 લોકોનાં મોત, 1526 લોકો પોઝિટિવ

By

Published : Mar 29, 2020, 9:54 PM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં શનિવારે કોરોના વાઇરસથી ચેપના કેસો 1526 પર પહોંચી ગયા છે. જ્યારે અત્યાર સુધી 13 લોકોનાં મોત નીપજ્યાં છે.પાકિસ્તાન આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, કુલ અસરગ્રસ્ત લોકોમાંથી 7ની હાલત ગંભીર છે. મોટાભાગના અસરગ્રસ્તો ઇરાનથી પાછા ફર્યા હતા. જ્યાં 30,000થી વધુ કેસ નોંધાયા છે અને 2,300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

રવિવારે પંજાબમાં કોવિડ-19ના કુલ 558 કેસ નોંધાયા હતા. આ આંકડો સિંધ પ્રાંતથી 481 વધુ કેસ છે. દેશમાં સિંધમાંથી કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. પંજાબના મુખ્યપ્રધાન ઉસ્માન બુજદરે જણાવ્યું હતું કે, રાજ્યામાં ચેપના 490 કેસમાંથી મહત્તમ 207 ડેરા ગાઝી ખાન જિલ્લામાંથી આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વામાં 180, બલુચિસ્તાનમાં 133, ગિલગિટ-બાલ્તિસ્તાનમાં 107, ઇસ્લામાબાદમાં 39 અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)માં 2 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 25 લોકોઆ વાઈરસની અસરમાંથી મુક્ત થયા છે.

કોરોના વાઈરસના સંક્રમણની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાંથી ગંભીર આંકડા સામે આવ્યા છે. કોરોના સામે વિશ્વભરમાં જ્યાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનમાં કોરોના વાઈરસનું સંક્રમણ યુવાનોમાં વધુ ફેલાઈ રહ્યું છે. અહીં 21-30 વર્ષના યુવાનોમાં વ્યાપક પ્રમાણમાં સંક્રમિત છે.

ABOUT THE AUTHOR

...view details