ગુજરાત

gujarat

ETV Bharat / international

હોંગકોંગમાં કોવિડ-19 કેસમાં વધારો થતાં 7 દિવસનું લોકડાઉન જાહેર કરાયું - હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કૈરી લૈમ

હોંગકોંગમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કૈરી લૈમે સંક્રમણના વધાતા કેસને ધ્યાનમાં રાખીને સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ ઉપરાંત, જાહેર કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 50 થી ઘટાડીને 4 કરવામાં આવી છે.

હોંગકોંગમાં કોવિડ -19 કેસમાં વધારો
હોંગકોંગમાં કોવિડ -19 કેસમાં વધારો

By

Published : Jul 14, 2020, 4:36 PM IST

હોંગકોંગ: કોરોના વાઇરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કૈરી લૈમે જાહેર કાર્યોમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 50 થી ઘટાડીને 4 કરી દીધી છે. તેનો અમલ 15 જુલાઈથી થશે.

લૈમે કહ્યું કે, જાહેર પરિવહનની યાત્રા દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ફક્ત ચાર લોકો રેસ્ટોરન્ટમાં ટેબલ પર બેસવા માટે સક્ષમ હશે. વાઇરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે, રેસ્ટોરન્ટ્સ સાંજે 6 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.

તેમણે કહ્યું કે, આગામી સાત દિવસ સુધી બ્યુટી સલુન્સ, ફિટનેસ સેન્ટર્સ, બાર અને સિનેમા સહિત અન્ય 12 સ્થળો બંધ રહેશે, જ્યાં ચેપનું જોખમ વધારે છે તે સ્થળો બંધ રહેશે.

દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે લોકડાઉન નિયમો હળવા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હોંગકોંગમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું શરૂ થયું છે. લૈમે લોકોને જાગ્રત રહેવા, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરી છે.

હોંગકોંગના આરોગ્ય સંરક્ષણ કેન્દ્ર દ્વારા 52 નવા કોરોના કેસોની પુષ્ટિ કરી છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,522 કેસ સંક્રમિતના કેસ નોંધાયા છે.દેશમાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. અત્યાર સુધીમાં, 1,217 લોકો સ્વસ્થ્યા થયા છે જ્યારે હજુ પણ 297 સક્રિય કેસ છે.

ABOUT THE AUTHOR

...view details