બિજીંગ: ભારતીય દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવની ટિપ્પણીને 18 જૂનના ' Sina Weibo ' પર બનેલા દૂતાવાસના એકાઉન્ટ પરથી દૂર કરી છે. ત્યારબાદ ભારતીય અધિકારીએ 19 જૂનના શ્રીવાસ્તવની ટિપ્પણીના સ્ક્રીન શૉટને ફરી વખત પ્રકાશિત કર્યા હતા.
Sina Weibo ટ્વિટર જેવી સાઈટ છે. જેનો ચીનમાં લાખો લોકો અને બિજીંગ સ્થિત વિવિધ દેશોના દૂતાવાસો ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના કેટલાક નેતાઓએ ચીનના લોકો સાથે સંવાદ કરવા માટે આ સોશિયલ સાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે.ભારતીય દૂતાવાસના પ્રવક્તાની ટિપ્પણીને WeChat પર બનેલા દૂતાવાસના અધિકારીક એકાઉન્ટથી પણ દૂર કરી છે.
વડાપ્રધાન મોદીની ગલવાન ખીણમાં ભારતીય સૌનિકોના બલિદાનને લઈ 18 જૂનના ટિપ્પણી પણ WeChatમાં ઉપલ્બધ નથી. જેના પર લખ્યું કે, આ સામગ્રી લેખકે દુર કરી છે. જ્યારે દૂતાવાસના અધિકારીએ કહ્યું કે, તેમણે સામગ્રી દૂર કરી નથી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સૌનિકોએ આપેલું બલિદાન વ્યર્થ જશે નહી, તેમણે કહ્યું કે, ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ વળતો જવાબ આપવા પણ સમક્ષ છીએ. ભારતીય દૂતાવાસના Sina Weibo અને WeChat પેજ પર હજારો લોકો ફોલો કરે છે. ભારતીય દૂતાવાસે Sina Weibo પેજ પહેલા શરુ કર્યું હતું. જ્યારે WeChat ગ્રુપના દૂતાવાસે આ વર્ષે જન્યુઆરીમાં બનાવ્યું હતું. પીએમ મોદીએ 2015માં ચીનના પ્રવાસ દરમિયાન Sina Weibo પર એકાઉન્ટ બનાવ્યું હતુ.