બેજિંગ: ચીનમાં ટોચના ગૃહ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)એ હોંગકોંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો બનાવવા માટેની પોતાની સ્થાયી સમિતિ સમક્ષ કરેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.
ચીનની NPCએ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના મુસદ્દાને ટેકો આપ્યો - હોંગકોંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો
ચીનમાં ટોચના ગૃહ એનપીસીએ પોતોની સ્થાયી સમિતિને હોંગકોંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો બનાવવાની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. આ મતનો અર્થ એ થયો કે, એનપીસીની સ્થાયી સમિતિ હવે એવા કાયદાની દરખાસ્ત કરવા માટે અધિકૃત છે, જે વિદેશી પ્રભાવથી કાવતરું કરીને હોંગકોંગમાં વિભાજન, તોડફોડ અથવા આતંકવાદ પર પ્રતિબંધ મૂકશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
એક સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, એનપીસીના વાર્ષિક સત્રની સમાપ્તિ પહેલા ગુરુવારે બપોરે મતદાન થયું હતું. 22મી મેએ સત્રની શરૂઆત થઈ હતી. સત્તાવાર રીતે જાણીએ તો રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી હોંગકોંગના વિશેષ વહીવટી માટે કાયદા પ્રણાલી અને સુધારણા અંગેના મુસદ્દાના નિર્ણય આ દરખાસ્તમાં કરાયો છે. જેમાં દેશભરના 2,878 ડેપ્યુટીઓનું મતદાન એની તરફેણમાં અને વિપક્ષમાં માત્ર એક મત પડ્યો છે. જ્યારે 6 લોકોએ મતદાનમાં ભાગ લીધો નથી.
આ મતનો અર્થ એ થયો કે, એનપીસીની સ્થાયી સમિતિ હવે એવા કાયદાને પ્રસ્તાવિત કરવા માટે અધિકૃત છે, જે હોંગકોંગમાં વિભાજન, તોડફોડ અથવા આતંકવાદ પર પ્રતિબંધ મૂકશે, વિદેશી પ્રભાવ સાથે કાવતરું કરશે. કાયદા હેઠળ હોંગકોંગની સરકાર પણ સાર્વભૌમત્વ ધરાવે છે, સુરક્ષા માટે નવી સંસ્થાઓની સ્થાપના કરવાની રહેશે, જ્યારે ચીની એજન્સીઓને જરૂરીયાત મુજબ શહેરમાં કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.