- ચીને નેપાળને આપ્યા કોરોના વેક્સિનના આઠ લાખ ડોઝ
- ચીનના રાજદૂત હોઉ યાન્કીએ ચીન તરફથી નેપાળ કોરોના વેક્સિન સોંપી
- નેપાળની દિલ્હી અને બેઇજિંગ પાસેથી 3 કરોડ વેક્સિન મેળવવાની કૂટનિતી
નેપાળ : ચીનના રાજદૂત હોઉ યાન્કીએ ચીન તરફથી નેપાળ કોરોના વેક્સિન સોંપતા નજરે પડ્યા હતા. ચીને નેપાળને સિનોફાર્મે બનાવેલી કોરોના વેક્સિનના 8 લાખ ડોઝ મોકલ્યા છે. નેપાળમાં કોરોના વેક્સિનેશનની ખાસ જરૂર છે. ચીનના આ પહેલથી નેપાળમાં સિનોફાર્મ માટે નવા માર્ગો ખૂલી શકે છે.
ચીનના રાજદૂત હોઉ યાન્કીએ ચીન તરફથી નેપાળ કોરોના વેક્સિન સોંપી ચીની રાજદૂત હોઉ યાન્કી તેને આવકરવા માટે કાઠમાંડૂ એરપોર્ટ પહોંચ્યા
સોમવારની સવારે બેઇજિંગથી નેપાળ એરલાઇન્સનું જેટ વિમાન કોરોના વેક્સિનના ડોઝ લઇને પહોંચ્યું ત્યારે, ચીની રાજદુત હોઉ યાન્કી તેને આવકરવા માટે કાઠમાંડૂ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમને સહસ્મિત કોરોના વેક્સિન નેપાળના આરોગ્ય પ્રધાનને હ્યદયેશ ત્રિપાઠીને સોંપી હતી. નેપાળ જે બીજા તબક્કાનું રસીકરણ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, દિલ્હી અને બેઇજિંગ પાસેથી 3 કરોડ વેક્સિન મેળવવાની કૂટનિતી સાથે આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો -UNની કોવેક્સ પહેલ હેઠળ કોરોના વેક્સિન મેળવનારો ઘાના પ્રથમ દેશ બન્યો
એક વર્ષમાં 18 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન
આ દરમિયાન કેપી ઓલી સરકારે એક વર્ષમાં 18 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં નેપાળને નેપાળ-ભારત સેના સહયોગ પેકેજના ભાગરૂપે ભારતને કોરોના વેક્સિનના 1 લાખ ડોઝ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચીની વેક્સિન પહેલા માત્ર ભારતે જાન્યઆરીમાં કાંઠમાંડુને કોવિડશિલ્ડના 10 લાખ ડોઝ આપ્યા હતા. નેપાળે કોવેક્સ અંતર્ગત કોરોના વેક્સિનના વધુ ડોઝ પ્રાપ્ત કર્યા છે. જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ભાગીદારી સાથેની આતરરાષ્ટ્રીય પહેલ છે.
ચીની રાજદૂત હોઉ યાન્કી તેને આવકરવા માટે કાઠમાંડૂ એરપોર્ટ પહોંચ્યા નેપાળને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી વધુ ડોઝ મળે તેની રાહ
કોરોના રસીકરણના બીજા તબક્કા પહેલા નેપાળને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી વધુ ડોઝ મળે તેની રાહ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ હાલ દુનિયાના ઘણા દેશેમાં વેક્સિનની ડિલેવરી કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં નેપાળને 1.7 લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી છે, અને નેપાળ સરકાર ચાલુ વર્ષે જ 3 કરોડ નાગરિકોમાંથી 2 કરોડ લોકોનું રસીકરણ કરવા ઇચ્છે છે. જો કે, નેપાળને ચીન તરફથી કેટલી વેક્સિન મળી શકે છે અને ભારત તરફથી કોવિડશિલ્ડની સરખામણીમાં ચીની વેક્સિન કેટલી મોંઘી છે, એ હજૂ સુધી સ્પષ્ટ થયું નથી.
ચીની રાજદૂત હોઉ યાન્કી તેને આવકરવા માટે કાઠમાંડૂ એરપોર્ટ પહોંચ્યા આ પણ વાંચો -એસ્ટ્રાજેનેકા રસીના સંશોધનમાં રસી 79 ટકા અસરકારક નિવડી
કોરોના સામે લડવા માટે 75 મિલિયન યુએસ ડોલરની લોન
નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રાલયના પ્રવક્તા પ્રો. ડૉ. જાગેશ્વર ગૌતમે જણવ્યું હતું કે, નેપાળ સરકાર કોવિડ રસી મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. અમારા લોકો માટે પૂરતી કોરોના વેક્સિન મળી રહે તે માટે અમે વિવિધ એજન્સીઓ અને સરકારો સાથે વાતચીત કરી રહ્યા છીએ. ગૌતમના જણાવ્યા અનુસાર, કોરોના વેક્સિન ખરીદવા માટે નેપાળ એશિયન વિકાસ બેંક સાથે 150 મિલિયન યુએસ ડોલરની આર્થિક સહાય મેળવવા માટે પણ વાટાઘાટો કરી રહ્યું છે. તાજેતરમાં વર્લ્ડ બેંકે નેપાળને પોતાની આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા અને કોરોના સામે લડવા માટે 75 મિલિયન યુએસ ડોલરની લોનને મંજૂરી આપી હતી.
ચીને નેપાળને આપ્યા કોરોના વેક્સિનના આઠ લાખ ડોઝ એક તરફ ભારતીય કોવિડ અને બીજી તરફ ચીની રસી મેળવશે નેપાળ
નેપાળના નાગરિકોમાં ચીની રસી આવતાની સાથે જ ઉત્સાહ ફેલાઇ ગયો છે. આ અંગે કાઠમાંડુના પત્રકારે ટ્વિટર પર લખ્યું હતું કે, ચીની રસી બેઇજિંગથી આવી હોવાનું જાણીને તેમને ખુશ થયા છે. હવે આપણે એક તરફ ભારતીય કોવિડ અને બીજી તરફ ચીની રસી મેળવીશું. જો મજાક કિનારે કરીને વિચારીએ તો, એક વાત સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં નેપાળને દિલ્હી અને બેઇજિંગ પાસેથી વધુ રસી મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો -દક્ષિણ આફ્રિકામાં બિનઉપયોગી ભારતીય એસ્ટ્રેજેનેકા વેક્સીનનું વેચાણ