ચીનઃ કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદ ચીન પ્રશાસન સતર્ક થયું છે, ત્યારે આ વાયરસનું કેન્દ્ર બનેલાં વુહાન શહેરમાં લોકો આ વાયરસનો ભોગ બની રહ્યાં છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 41 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1300થી વધુ લોકો વાયરસનો ભોગ બન્યા છે.
ચીનમાં કોરોના વાયરસનો કાળો કેર 15 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે. વુહાન શહેરમાં કોરોના વાયરસ પ્રથમ વાર જોવા મળ્યો હતો. આ વાયરસથી 4.1 કરોડ લોકો પ્રભાવિત છે.
જાહેર તેમજ મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે નિવેદન આપતા જણાવ્યું છે કે, વાયરસના 444 નવા કેસો મળી આવ્યા છે, જેની કુલ સંખ્યા વધીને 1,287 થઈ ગઈ છે.
ચીનમાં કોરોના વાયરસનો કાળો કેર હુબેઇ હેલ્થ કમિશને પ્રાંતમાં 180 નવા કેસ નોંધ્યા છે, તેમાંથી 77 વુહાનમાં નોંધાયા છે. એકલા હુબેઈમાં 729 કેસ નોંધાયા છે. આ શહેરોમાંના ઘણા તેમના પેથોજેનના પ્રથમ કિસ્સાઓની જાણ કરી રહ્યા હતાં.
અગાઉ અજ્ઞાત વાયરસ સાર્સ(સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)ની સામ્યતાને કારણે વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે, જેણે 2002-2003માં મેઇનલેન્ડ ચીન અને હોંગકોંગમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.
ચીનમાં આ સમયે સૌથી મહત્વપૂર્ણ તહેવાર લુનાર નવા વર્ષની રજા ઉજવવા માટે લાખો લોકો દેશભરમાં અથવા વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે આ સમયે પણ ત્રાટકેલો આ વાયરસ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
હાલ ચીનમાં જાહેર તેમજ મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધી 41 લોકો મોતને ભેટી ચુક્યા છે. ચીન સરકાર આ વાયરસથી બચવાનો ઉપાય શોધી રહી છે.