બીજિંગ: વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ' સમુદ્રી સામ્રાજ્ય ' સ્થાપિત કરવાના અમેરિકાના આરોપને નકારતા ચીને દાવો કર્યો છે કે આ વિશાળ સમુદ્ર પર તેની પ્રભુતા એક હજાર વર્ષ પહેલાથી જ છે. ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા તેની અને દક્ષિણ પૂર્વી એશિયાના અન્ય દેશો સાથે વિવાદને લઇ આવવાની કોશિશ કરી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ સોમવારે એક ભાષણ આપતા કહ્યું કે દુનિયા રણનીતિક રીતે મહત્વના દક્ષિણ ચીન સાગરને ચીનને સમુદ્રી સામ્રાજ્યની રીતે ઉપયોગ કરવાની મંજુરી નહી આપે.
આ ઉપરાંત વિદેશ પ્રધાને વિસ્તાર પર કબ્જો કરવા માટે ધમકીઓના ચલાવી રહેલા અભિયાન વિરૂદ્ધ દક્ષિણ પૂર્વી એશિયાના દેશનું સમર્થન કરવાનો ભરોસો દાખવ્યો હતો.