બેઝિંગ: કોરોના વાઈરસના કહેરમાંથી હજુ ચીન હજુ બહાર આવ્યું નથી, ત્યારે ચીનની સામે બીજી આફત આવી ઉભી છે. ચીનમાં આવેલા ભયાનક પૂરથી તબાહી મચી ગઈ છે. જેમાં 141થી વધુ લોકોના મોત થયા છે. આ અંગે બેઝિંગના એક અધિકારીએ કહ્યું કે, આ પૂરથી આશરે 3.8 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
ચીનમાં કોરોના કેર બાદ પૂરથી તબાહી, 141ના મોત, 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત - ચીની સરકાર
કોરોનાના કેર બાદ ચીન વાવાઝોડાનું શિકાર બન્યું છે, ત્યારે ચીન હવે ભારે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. વાવાઝોડા અને પૂરની સ્થિતિના કારણે કેટલાંક લોકો ફસાયેલા છે, જેમને બચાવવા માટે તંત્ર કામે લાગ્યુ છે. આ વાવાઝોડાના કારણે ભેખડો ધસી પડવાની પણ આશંકા છે.
આ પૂરની સૌથી માટે અસર જિયાગ્શી, અનહુઈ, હુબેઈ અને હુનાનના વિસ્તારો સહિત 27 ક્ષેત્રોમાં થઈ છે. જેમાં આશકે 3.79 કરોડ લોકો પ્રભાવિત થયા છે. તેમજ 22.5 લાખ લોકોને પૂરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે.
આ પૂરના કારણે 28,000થી વધુ મકાનો નાશ થયા છે. આ પૂરથી અંદાજે 11.7 અરબ ડોલરનું નુકસાન થયું છે. પૂર આવતા જ લોકોને ચેતવણી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય વિકાસે ચીની સરકારને દેશમાં પૂરથી પ્રભાવિત ક્ષેત્રોના રાહત માટે 4.42 કરોડ ડોલરનું ફંડ આપ્યું છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના નાગરિકોને તેમની સુરક્ષા માટે જરુરી સાવધાની રાખવાનું આહ્વાન કર્યું છે.