બેજિંગઃ ચીનના વુહાન શહેરમાં ફેલાઈ રહેલાં કોરોના વાયરસના કારણે 1665 લોકોના મોત થયાં છે, તો 68,500 લોકો અસરગ્રસ્ત હોવાની માહિતી ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગને આપી હતી.
ચીનમાં કોરોનાનો કેર યથાવત, મૃત્યુંઆંક 1600ને પાર
ચીનના વુહાન શહેરમાં વકરી રહેલા કોરોના વાયરસ સંક્રણણથી અત્યાર સુધી 1600થી વધુ લોકોના મોત થયા છે, હજુ પણ 68,500 લોકો અસરગ્રસસ્ત છે.
આયોગના જણાવ્યાનુસાર, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 2009 કેસો સામે આવ્યાં છે. ચીન સરકારે શુક્રવારે હુબેઈ પ્રાંત સિવાયના અન્ય વિસ્તારોમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણ વિશે વાત કરી હતી. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે આ બીમારીના ઉપચાર માટે રોકથામના કૃત્રિમ મેઘા અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી ડિઝિટલ ટેક્નીકલ મદદ માટે અપીલ કરી હતી.
વુહાનની હૉસ્પિટલમાં સામગ્રી પહોંચાડવા અને અન્ય કાર્યોમાં મદદ કરવા રોબોટ તૈનાત કરાયા છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે હતું કે, તપાસ બાદ ઝડપથી રોગનું નિદાન થઈ રહ્યું છે. તેમજ દર્દીઓની ગણતરી થઈ રહી છે.