ગુજરાત

gujarat

ETV Bharat / international

'કોરોના વાઈરસનો કહેર': PM મોદીના સહયોગપત્રનો ચીને આભાર માન્યો - કોરોના કહેર

ચીને ખતરનાક કોરોના વાઈરસના પ્રકોપ સામે લડવા માટે એકજૂટતા દર્શાવવા અને મદદ કરવાની રજૂઆત માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગને લખેલા PM મોદીના પત્રની સોમવારે પ્રશંસા કરી. એક પ્રેસ નોટ થકી ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, 'અમે કોરોના વાઈરસ વિરૂદ્ધ ચીનની લડતમાં ભારતના સમર્થન પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છે.'

PM Modi
'કોરોના કહેર' : PM મોદીના સહયોગપત્રનો ચીને માન્યો આભાર

By

Published : Feb 10, 2020, 11:10 PM IST

નવી દિલ્હી/બીજિંગ: ચીને ઘાતક કોરોના વાઇરસ સામે લડવા એકજૂટતા દર્શાવી અને મદદ માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગને લખેલા વડાપ્રધાન મોદીના પત્રની સોમવારે સરાહના કરી. તેમણે કહ્યું કે, દિલ્હીની આ બીજિંગ સાથેની જૂની મૈત્રીને પ્રદર્શિત કરે છે.

જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ વાઈરસના પ્રકોપને સંદર્ભે ચીનના લોકો સાથે સંવેદના વ્યક્ત કરી હતી. આ વાઈરસે પાડોશી દેશમાં 900થી વધારે લોકોનો જીવ લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, અમે કોરોના વાઈરસ સામે ચીનની લડાઈમાં ભારતના સમર્થન બદલ આભાર વ્યક્ત કરીએ છે અને તેની પ્રશંસા કરીએ છે.

ABOUT THE AUTHOR

...view details