ભારત સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને સમાપ્ત કરી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બે ભાગમાં વહેચવાનો નિર્ણય 5 ઓગસ્ટે કર્યો હતો. પ્રથમ રાજ્ય સભા અને પછી જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો...આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ, જી.સી મુર્મુ અને આર.કે માથુરે ઉપરાજ્યપાલ તરીકે લીધા શપથ
ચીને અગાઉ આર્ટિકલ 370ના પ્રાવધાનો હટાવવા અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને લઇને આપત્તિ દર્શાવતા કહ્યું હતું કે, તેમાં ચીનના કેટલાક ક્ષેત્રો સામેલ છે.
આ પણ વાંચો....ભારત અને ચીને પાતાનો મતભેદો દુર કરવા જોઈએ: ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ગુરુવારે મીડિયાને કહ્યું કે, ભારત સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચનાને અધિકારિક રીતે જાહેરાત કરી હતી. જેનો ચીનના પ્રમાણે તેના પ્રશાસન ક્ષેત્રમાં કેટલોક ભાગ સામેલ છે.