ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીને મંગળ મિશન અંતર્ગત પ્રથમ તિયાનવેન-1 યાન લોન્ચ કર્યું - હેનાન આઇલેન્ડ

મંગળગ્રહ વિશેની માહિતી એકઠી કરવાના ઉદ્દેશ્યથી ચીને ગુરુવારે હેનાન આઇલેન્ડના વેનચાંગ સ્પેસક્રાફ્ટ લોન્ચ સેન્ટરથી ગુરુવારે તેનું પ્રથમ યાન લોન્ચ કર્યું હતું. હેનાન આઇલેન્ડથી લોન્ચ થયેલા તિયાનવેન-1 વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે સાત મહિના બાદ મંગળ પર પહોંચશે.

ચીનનું મંગળ મિશન
ચીનનું મંગળ મિશન

By

Published : Jul 23, 2020, 7:14 PM IST

બિજીંગ: મંગળગ્રહ વિશેની માહિતી એકઠી કરવાના ઉદ્દેશ્યથી ચીને ગુરુવારે હેનાન આઇલેન્ડના વેનચાંગ સ્પેસક્રાફ્ટ લોન્ચ સેન્ટરથી ગુરુવારે તેનું પ્રથમ યાન લોન્ચ કર્યું હતું. હેનાન આઇલેન્ડથી લોન્ચ થયેલા તિયાનવેન-1 વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે સાત મહિના બાદ મંગળ પર પહોંચશે.

ચીને પોતાના મહત્વાકાંક્ષી મંગળ મિશનની શરૂઆત કરી છે. આ કરીને, ચીન અમેરિકાની સમકક્ષ આવવા માગે છે, અમેરિકાએ મંગળ પર પોતાનું અવકાશયાન સફળતાપૂર્વક ઉતાર્યું હતું. તિયાનવેન -1 હેનાન આઇલેન્ડથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચીનની નેશનલ સ્પેસ એજન્સી (C.N.A.A.) ના જણાવ્યા અનુસાર, ઓર્બિટર અને રોવર સાથે છોટવામાં આવેલા યાનને તેની પ્રક્ષેપણના 36 મિનિટ પછી પૃથ્વી-મંગળ ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલવામાં આવ્યું હતું. 'તિયાનવેન -1' યાન મંગળનું પરિભ્રમણ કરવું, મંગળ પર ઉતરવું અને ત્યાં રોવર મુકવાના હેતુથી આ યાનને લોન્ચ કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાન મંગળની માટી, પર્યાવરણ, વાતાવરણ અને પાણી વિશેની માહિતી એકત્રિત કરશે.દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી રોકેટ લોંગ માર્ચ -5 ની સહાયથી રોબોટિક પ્રોબને પૃથ્વી-મંગળ ટ્રાન્સફર પાથ પર મોકલવામાં આવશે, ત્યારબાદ યાન આપમેળે મંગળના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના પ્રભાવ હેઠળ તેની યાત્રા શરૂ કરશે.

ચીનની સરકારી અંતરિક્ષ કંપની 'ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પ' અનુસાર યાન સાત મહિના બાદ મંગળ પર પહોંચશે.કંપનીએ જણાવ્યું છે કે મંગળની કક્ષામાં પહોંચ્યા બાદ યાનના ત્રણ ભાગ - ઓર્બિટર, લેન્ડર અને રોવર અલગ થઈ જશે.ઓર્બિટર લાલ ગ્રહની કક્ષામાં ફરશે અને માહિતી એકત્રિત કરશે, જ્યારે લેન્ડર અને રોવર મંગળની સપાટી પર ઉતરશે.

ભારત, અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયનએ આગાઉ જ પોતાના યાન મંગળ ઉપર મોકલી દીધા છે. રશિયા સાથે વર્ષ 2011માં ચીને મંગળ પર યાન મોકલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details