- આસિયાનના 10 સભ્યોના ઓનલાઇન સંમેલનમાં જિનપિંગનું નિવેદન
- ચીન દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ નહીં મેળવે
- પ્રભુત્વવાદ અને સત્તાની રાજનીતિનો દ્રઢતાથી વિરોધ કરે છે ચીન
બેઇજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (xi jinping)એ દક્ષિણ ચીન સાગર (south China Sea)ને લઇને ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે કહ્યું છે કે, તેમનો દેશ દક્ષિણ-પૂર્વ એશિયા (southeast asia) પર પ્રભુત્વ નહીં મેળવે અને ના પોતાના નાના પાડોશીઓ પર પ્રભુત્વ રાખશે. શીએ સોમવારના દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર સંઘ (ASEAN)ના 10 સભ્યોની સાથે એક ઑનલાઇન સંમેલન (online convention) દરમિયાન ટિપ્પણી કરી.
આસિયાનમાં મ્યાંમાર તરફથી કોઈ પ્રતિનિધિ નહીં
આ સંમેલન બંને પક્ષોની વચ્ચે સંબંધોની 30મી વર્ષગાંઠ ઉજવવાના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવ્યું હતું. 2 રાજદ્ધારીઓએ જણાવ્યું કે, સોમવારની બેઠકમાં આસિયાન સભ્ય મ્યાંમાર (ASEAN member myanmar) તરફથી પ્રતિનિધિત્વ ન થયું કારણ કે સેના તરફથી થોપવામાં આવેલી ત્યાંની સરકારે આસિયાનના દૂતને પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ-ચી અને અન્ય ધરપકડ કરવામાં આવેલા રાજનેતાઓથી મળવાની પરવાનગી આપવાથી ઇનકાર કરી દીધો હતો. સૈન્ય શાસક જનરલ મિન આંગ હલિંગ (general min aung hlaing)ને પણ ગત આસિયાન શિખર સંમેલનમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા.
શું કહ્યું જિનપિંગે?