ગુજરાત

gujarat

LAC પર ભારત-ચીનના ઘર્ષણ બાદ ચીને આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

By

Published : Jun 17, 2020, 3:08 PM IST

Updated : Jun 17, 2020, 3:44 PM IST

લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે ગેલવાન ખીણ પ્રદેશની સાર્વભૌમત્વનો દાવો કર્યો છે. બીજી તરફ, વડાપ્રધાન મોદીએ પણ આ મામલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કમાન્ડર-સ્તરની વાતચીતમાં ચીને સરહદથી સંબંધિત મુદ્દાઓના સંદર્ભમાં ભારતને બોર્ડર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભારત - ચીન ધર્ષણ બાદ ચીને આપી પ્રિતક્રિયા
ભારત - ચીન ધર્ષણ બાદ ચીને આપી પ્રિતક્રિયા

બીંજીગ (ચીન) : લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના ઘટી જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં. આ મામલે કોઈ ચીને કોઈ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂનએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

ભારત અને ચીન વચ્ચે પૈંગૉન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં 4,350 મીટરની ઊંચાઈ પર આવેલું છે.

ચીનના વિદેશ પ્રધાને કહ્યું કે, આ ઘટના બહુ સ્પષ્ટ છે અને તે ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલ પર ચીનની તરફે બની છે અને આમાં ચીનની કોઈ જવાબદારી બનતી નથી. એમણે એમ પણ કહ્યું કે, ભારત અને ચીન વહીવટીય સ્તરે અને સૈન્ય સ્તરે વર્તમાન તણાવને ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે.

45 વર્ષ પછી, ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક અથડામણ થઈ છે. 20 ભારતીય જવાનો શહીદ થયા છે. જો કે તેમની સંખ્યા વધી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીનમાં 35 સૈનિકો માર્યા ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે ગલવાન ખીણમાં માર્યા ગયેલા લોકોમાં ચાઇનીઝ યુનિટનો કમાન્ડિંગ ઓફિસર પણ હતો. 15/16 જૂનની રાત્રે હિંસક અથડામણમાં ચીની કમાન્ડરનું મોત નીપજ્યું હતું.

જ્યારે બીજી તરફ LAC પર ચીનની અવળચંડાઇ જારી છે. ગઇકાલથી સતત વાતચીત ચાલી હતી. જો કે તેમ છતાં ચીન પોતાનું વલણ કડક રાખી રહ્યું છે. LAC પર સતત તણાવ બનેલો જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાએ લદ્દાખ સિવાય LAC સિવાયના ભાગ પર સેનાને એલર્ટ કરી દીધી છે. શ્રીનગર-લેહ હાઇવે સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

Last Updated : Jun 17, 2020, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details