ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીન સાથે તણાવ વચ્ચે જાપાન પૂર્વ સમુદ્રમાં લડાકુ વિમાન મોકલશે - F-35B લડાકુ જહાજો તૈનાત

US-ચીને પૂર્વ-દક્ષિણ ચીન સમુદ્રના વિવાદિત જલક્ષેત્રમાં યુદ્ધ જહાજો રવાના કરવામાં આવ્યા હતા. આ સાથે, ચીન લડાકુ જહાજ કાફલાની ઘૂસણખોરીને પગલે પૂર્વ ચીન સમુદ્રમાં જાપાન પણ 2024 સુધીમાં આ વિસ્તારમાં F-35B લડાકુ જહાજો તૈનાત કરશે.

ચીન સાથેના તણાવ વચ્ચે જાપાન પૂર્વ સમુદ્રમાં લડાકુ વિમાન મોકલશે
ચીન સાથેના તણાવ વચ્ચે જાપાન પૂર્વ સમુદ્રમાં લડાકુ વિમાન મોકલશે

By

Published : Apr 7, 2021, 8:16 AM IST

  • લડાકુ જહાજોને પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રની વિવાદિત સીમા પર રવાના
  • જાપાને 2024 સુધીમાં અહીં F-35 લડાકુ જહાજો તૈનાત કરવાનું નક્કી કર્યું
  • ચીને દક્ષિણ સમુદ્રના વ્હિટસન ટાપૂ પર 200થી વધુ જહાજો મોકલ્યા

દક્ષિણ અને પૂર્વ ચીન સમુદ્રમાં આક્રમક ચિની પ્રવૃત્તિમાં સતત વધારો જોતા US, જાપાન અને ફિલિપાઇન્સએ પણ પ્રતિક્રિયાત્મક કાર્યવાહી કરી છે. બેઇજિંગના આ વિસ્તારોમાં સમુદ્રિ દાવાઓ વચ્ચે, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સે લડાકુ જહાજોને પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રની વિવાદિત સીમા પર રવાના કર્યા છે. તે જ સમયે, જાપાને 2024 સુધીમાં અહીં F-35 લડાકુ જહાજો તૈનાત કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો:બાઇડનના દાવાની ચીને ટીકા કરી કહ્યું, આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં તેમનો રેકોર્ડ

ચીને ટાપૂ પર 200થી વધુ જહાજો મોકલ્યા

ઉલ્લેખનીય છે કે, ચીને દક્ષિણ સમુદ્રના વ્હિટસન ટાપૂ પર 200થી વધુ જહાજો મોકલ્યા છે. ફિલિપાઇન્સે ચેતવણી આપી છે કે, તે આ જહાજોને પાછા હટાવી લેવા જોઈએ. આ દરમિયાન, જ્યારે ચીને દક્ષિણ સમુદ્રમાં વ્યૂહાત્મક જહાજ મોકલ્યું છે.

અમેરિકાએ સૈન્ય અભ્યાસ હાથ ધર્યું

બેઇજિંગએ આ ક્ષેત્રે દાવો કર્યો છે. ત્યારે, તો તેનો સામનો કરવા અમેરિકાએ સૈન્ય અભ્યાસ હાથ ધર્યો છે. બીજી તરફ, ચીન લડાકુ જહાજ કાફલાની ઘૂસણખોરીને પગલે પૂર્વ ચીન સમુદ્રમાં જાપાન પણ 2024 સુધીમાં આ વિસ્તારમાં F-35B લડાકુ જહાજો તૈનાત કરશે. પૂર્વ સમુદ્રમાં ટાપુઓની સુરક્ષા માટે તેઓને મિયાજાકી પ્રાંતના એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. આ વિસ્તાર વિવાદિત સેનકાકુ ટાપુઓની ઉત્તર-પૂર્વમાં માત્ર 1030 કિલોમીટર દૂર છે.

આ પણ વાંચો:કમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા

ચીને આક્રમક પ્રવૃત્તિઓમાં કર્યો વધારો

તાજેતરમાં, ચીન કૉસ્ટ ગાર્ડે સેનકાકુ ટાપુઓ નજીકના વિસ્તારોમાં તેની આક્રમક પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે દક્ષિણ ઓકિનાવા પ્રાંતના મુખ્ય ટાપુ અને મિયાકો ટાપુ વચ્ચેના સંપૂર્ણ કાફલાની સાથે ચાઇનીઝ જહાજો લેઓનિંગને શોધી કાઢ્યું હતું. બીજી તરફ, દક્ષિણ સમુદ્રમાં પણ, ચીને નાગરિક સૈન્ય સહિત અનેક માછીમારી નૌકાઓ મોકલીને પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details