બિજીંગ: ચીનના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા અને સાપ પછી હવે પેંગોલિનમાંથી કોરોના વાઈરસ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. જેના લીધે ચીનની સરકારે પેંગોલિનની સુરક્ષામાં વધારો કર્યો છે.
કોવિડ-19 પછી ચીને પેંગોલિનની સુરક્ષામાં વધારો કર્યો - Protection of pangolins
ચીનના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા અને સાપ પછી હવે પેંગોલિનમાંથી કોરોના વાઈરસ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. જેના લીધે ચીનની સરકારે પેંગોલિનની સુરક્ષામાં વધારો કર્યો છે.
ચીનના મીડિયાના જણાવ્યા અનુસાર હવે સસ્તન જીવ પેંગોલિનને લુપ્તપ્રાય અને પ્રથમ કક્ષાના સંરક્ષિત પ્રાણીઓની શ્રેણીમાં મુકાયા છે. આ ઉપરાંત ચીનમાં તિબેટિન હરણ અને લાલ મુગટવાળા ક્રેનનો પણ સુરક્ષિત પ્રાણીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચીનમાં પેંગોલિનનું માંસ ખાવામાં આવે છે. ચીનમાં દવાઓ પણ પેંગોલિનમાંથી બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે, તેનો મોટા પ્રમાણમાં શિકાર થાય છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે, પેંગોલિન માનવીમાં કોરોનાના ફેલાવાનું માધ્યમ બની શકે છે. આ બીમારી ત્યારબાદ રોગચાળામાં પણ બદલાઈ શકે છે. જેથી સુરક્ષાના ભાગરૂપે ચીનમાં પેંગોલિનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.