- રશિયામાં ફરી કોરોના સંક્રમણે સ્પીડ પકડી
- રશિયામાં એક જ દિવસમાં સૌથી વધુ મોત
- રાષ્ટ્રપતિએ કામ પર પ્રતિબંધ મૂકવાની હાંકલ કરી
ડેસ્ક ન્યુઝઃ રશિયામાં કોવિડ-19(covid-19 Russia)ના કેસમાં દિવસેને દિવસે ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુરુવારે મોસ્કો(Moscow)માં કામ પર રુકાવટનો સમયગાળો શરૂ થયો છે.
કોરોનાથી થતા મોતનો આંકડો બરકરાર
સરકારી કોરોના વાયરસ ટાસ્ક ફોર્સેએ અહેવાલ આપ્યો છે કે, 24 કલાકમાં 1,159 લોકોના મોત થયા છે, જે મૃતકોની કુલ સંખ્યા 235,057 પર પહોંચી ગઈ છે. દેશમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ એક જ દિવસમાં સૌથી વધુ મોત નોંધાયા છે. આ સિવાય ચેપના 40,096 નવા કેસ નોંધાયા છે.