બેંગકોક: થાઈલેન્ડમાં ટ્રેન અને બસ વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં અંદાજે 17 લોકોના મોત થયા છે. થાઈલેન્ડના મધ્ય ભાગમાં બસ 65 યાત્રિકોને લઈ જઈ રહી હતી. તે દરમિયાન ટ્રેનની ટક્કર લાગતા અક્સમાત સર્જાયો હતો.
થાઈલેન્ડમાં ટ્રેન અને બસ વચ્ચે અક્સમાત, 17ના મોત અને 30 ઇજાગ્રસ્ત - ગુજરાતીસમાચાર
મધ્ય થાઇલેન્ડમાં 65 યાત્રિકો ભરેલી બસ એક ટ્રેન સાથે ટકરાઈ હતી. જેમાં અંદાજે 17 લોકોના મોત અને 30 ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડના અધિકારીઓએ જણાવ્યું કે, ચાચેઓંગસાઓમાં ભારે વરસાદથી બસ ડ્રાઈવરને ટ્રેનનું સિગ્નલ દેખાયું ન હતું. રેલ્વે લાઈન ક્રોસ કરતા બસ ટ્રેનની ઝપેટમાં આવી હતી. આ અક્સમાત બેંગકોકથી 80 કિલોમીટર દુર પૂર્વી વિસ્તારમાં સર્જાયો છે.
ચાચેઓંગસાઓના જિલ્લા પ્રમુખ અધિકારી પ્રાથુએંગ યૂકાસેમે જણાવ્યું કે, આ દુર્ધટનામાં અંદાજે 17 લોકોના મોત થયા છે. જ્યારે 30 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.